SSC કૌભાંડ : અર્પિતા મુખર્જીએ લગાવ્યો મોટો આરોપ, કહ્યું- મારા ઘરમાંથી જપ્ત કરાયેલા પૈસા મારા નથી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ssc-scam-arpita-mukherjee-made-a-big-allegation-said-the-money-confiscated-from-my-house-is-not-mine/" left="-10"]

SSC કૌભાંડ : અર્પિતા મુખર્જીએ લગાવ્યો મોટો આરોપ, કહ્યું- મારા ઘરમાંથી જપ્ત કરાયેલા પૈસા મારા નથી


પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલી અર્પિતા મુખર્જીએ મોટો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, મારા ઘરમાંથી જપ્ત કરાયેલા પૈસા મારા નથી. તેણે દાવો કર્યો હતો કે મારી ગેરહાજરીમાં આ પૈસા ત્યાં રાખવામાં આવ્યા હતા. હકીકતમાં થોડા દિવસો પહેલા અર્પિતા મુખર્જીના પરિસરમાંથી 50 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી હતી. આ પહેલા પાર્થ ચેટર્જી પણ દાવો કરી ચુક્યા છે કે આ પૈસા તેમના નથી. ચેટર્જીએ શુક્રવારે કહ્યું કે, તે "ષડયંત્રનો શિકાર" છે.

અગાઉ સોમવારે EDએ કહ્યું હતું કે કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટર્જી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. એક અધિકારીએ સોમને જણાવ્યું કે ચેટર્જીએ કથિત શાળા ભરતી કૌભાંડની તપાસ અંગે EDના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા નથી. પૂછપરછ દરમિયાન તે મોટાભાગનો સમય મૌન રહ્યો હતો. ધરપકડ બાદથી તે અમને સહકાર આપી રહ્યો નથી. તે ઘણીવાર થાકની ફરિયાદ કરે છે અને અમારા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે. અમે ચેટરજીને તેમના દાવા વિશે પૂછ્યું કે શું દરોડામાં જપ્ત કરાયેલી રોકડ તેમની છે કે નહીં. અમે આ નાણાંનો સ્ત્રોત શોધી રહ્યા છીએ.

અર્પિતાના આઠ ખાતા ફ્રીઝ કરી દેવાયા

બંગાળ શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અર્પિતા મુખર્જીના આઠ બેંક ખાતામાંથી રૂ. 8 કરોડના વ્યવહારો શોધી કાઢ્યા છે. EDએ આ આઠ ખાતાઓ પહેલેથી જ ફ્રીઝ કરી દીધા છે. EDના અધિકારીઓ હવે આ ખાતાઓ દ્વારા થતા વ્યવહારો શોધી રહ્યા છે. ED એ જાણવાનો પ્રયાસ કરી રહી કે, આટલી મોટી રકમ ક્યા ખાતામાંથી તેમની પાસે આવી અને ક્યાં મોકલવામાં આવી. જો જરૂર પડી તો એજન્સી ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ પણ કરાવી શકે છે. એવું માનવામાં આવે છે કે હાલમાં ED પાસે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી પાસેથી માહિતી મેળવવા માટે માત્ર ત્રણ દિવસ બાકી છે, કારણ કે રિમાન્ડનો સમયગાળો માત્ર ત્રણ જ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]