સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર કેમિકલ કાંડ મામલે ધંધુકા ધોલેરા રાણપુર બરવાળા ( ધંધુકા વિધાનસભા) વિસ્તારના કોળી સમાજના ભાજપ પ્રેરિત આગેવાનો દ્વારા બરવાળા રાણપુર અને ધંધુકા તાલુકાના મૃતકના પરિવારજનોને મુલાકાત કરી અને જીવન જરૂરિયાત માટેની કીટો વિતરણ કરી અને રોકડ સહાય મદદ કરી દુઃખની ઘડીમાં સહકાર પૂરો પાડી માનવતા દાખવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/19t1dzcklz3ofiks/" left="-10"]

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર કેમિકલ કાંડ મામલે ધંધુકા ધોલેરા રાણપુર બરવાળા ( ધંધુકા વિધાનસભા) વિસ્તારના કોળી સમાજના ભાજપ પ્રેરિત આગેવાનો દ્વારા બરવાળા રાણપુર અને ધંધુકા તાલુકાના મૃતકના પરિવારજનોને મુલાકાત કરી અને જીવન જરૂરિયાત માટેની કીટો વિતરણ કરી અને રોકડ સહાય મદદ કરી દુઃખની ઘડીમાં સહકાર પૂરો પાડી માનવતા દાખવી.


બરવાળા તાલુકાના રોજીદ ગામ સહિત રાણપુર અને ધંધુકા તાલુકા પંથકમાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવતો લઠ્ઠાકાંડનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં કેમિકલ જેવો પદાર્થ દેશી દારૂમાં ભેળસેળ કરેલ હોય અને એ પીવાથી એક બાદ એક બરવાળા રાણપુર અને ધંધુકા તાલુકાના 50 લોકોના અકાળે મૃત્યુ નિપજ્યાં છે ત્યારે આવા સમયે મૃતકના પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે ત્યારે આવા પરિવારજનોની મદદે બરવાળા ધંધુકા ધોલેરા રાણપુર (ધંધુકા વિધાનસભા) વિસ્તારના ભાજપ સમર્થિત એવા કોળી સમાજના આગેવાનોએ ભેગા મળીને બરવાળા ધંધુકા અને રાણપુર તાલુકાના તમામ મૃતકના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારો પર આવી પડેલા દુઃખમાં સહભાગી થઈ સાંત્વના પાઠવી હતી અને પરિવારજનોને જીવન જરૃરીયાતની અનાજ કરિયાણાની કીટો વિતરણ કરી હતી અને રોકડ સહાય અર્પણ કરી મદદ રૂપ થયાં હતાં અને આગમી સમયમાં યોગ્ય જરૂરિયાત જણાએ કોળી સમાજના આગેવાનોનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને આવી દુઃખની ઘડીમાં મૃતકના પરિવારજનોને મદદ પૂરી પાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, ત્યારે આ તકે પીડિત પરિવાર ના સભ્યો એ ભાજપ પ્રેરીત કોળી સમાજના આગેવાનોનો દુઃખની ઘડીમાં સાથ સહકાર આપવા બદલ આભાર પ્રકટ કર્યો હતો.

રિપોર્ટર :ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]