નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણા કંડોણા ખાતે સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ryq71ndvvvquz7mi/" left="-10"]

નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણા કંડોણા ખાતે સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઇ


નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણા કંડોણા ખાતે સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાઇ

પોરબંદર તા,૧૮. પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્રારા રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ખાતે બ્લોક લેવલની સ્પોટસ ઇવેન્ટ યોજાઇ હતી. સ્પર્ધામાં રાણાવાવ તાલુકાના યુવાઓએ ખૂબ ઉત્સાહ ઉમંગ અને જોશથી ભાગ લીધો હતો.જેમા રસ્સા ખેંચ, ૧૦૦ મીટર દોડ, રીલે દોડ, ચક્રફેંક,તથા વોલીબોલ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા યુવા અધિકારીશ્રી મેઘાબેન સનવાલ દ્વારા સ્પર્ધકોને માર્ગદર્શન તેમજ મોટીવેશન આપવામાં આવ્યું હતું.
તમામ વિજેતાઓને ટ્રોફી,મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તમામ વિજેતાઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી દિવસોમાં જશે. 
નહેરુ યુવા કેન્દ્ર દ્વારા દર વર્ષે પોરબંદર જિલ્લાના યુવાનોમાં રહેલી શક્તિને વિકસાવવા તેમજ તેમને પોતાની પ્રતિભા ને દર્શાવવા માટે આવી રીતે દરેક તાલુકાઓમાં તથા જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવે છે.
સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા એમ.એમ.કે હાઇસ્કુલના આચાર્યશ્રી અમિતભાઈ જગતિયા,જીનીયસ સ્કુલના ટ્રસ્ટી પરેશભાઈ હાથલિયા,મુખ્ય કોચ ઘેલુ ભાઈ કાંબલિયા તથા નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો ચિરાગ સોલંકી,મયુરી રાવલિયા તથા કંદર્પ જોશી ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]