મેંદરડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલ


મેંદરડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલ જેમાં ૧૦ લોકોએ દેહદાનની જાહેરાત કરી

ગુજરાતના પનોતા પુત્ર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મેંદરડા તાલુકાનાં ૧૦ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવવાનો સંકલ્પ કર્યા જેમાં ૧૦ લોકોએ દેહદાન કરી વડાપ્રધાને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવેલ જેમાં
૧.વિજયભાઈ જે પાનસુરીયા મેંદરડા,
૨.રાહુલ એમ કોરાટ મેંદરડા
૩.મિલન એચ સાવલિયા ઝીંઝુડા
૪.વાલભાઈ જે સરવૈયા મેંદરડા
૫.ગોમતીબેન એચ સાવલિયા ઝીંઝુડા
૬.ગીરીશભાઈ એસ પરમાર મેંદરડા
૭. મનસુખભાઈ પી ભાખર મેંદરડા
૮.શારદાબેન એમ ભાખર મેંદરડા
૯.બાબુભાઈ જે ભૂતિયા મેંદરડા
૧૦. રવજીભાઈ આર મકવાણા અંબાળા
સહિતનાઓ દ્વારા વડાપ્રધાનને શુભેચ્છા પાઠવવા માટે લોક કલ્યાણ ઉપયોગી પોતાનું મર્ણોતર દેહદાન જાહેર કરેલ છે જે લોક કલ્યાણ સમિતિના પ્રમુખ ડોક્ટર બલુભાઈ કોરાટ ને દેહદાનના સંકલ્પ પત્ર ભરી આપેલ છે જે સંકલ્પ પત્રો જુનાગઢ સરકારી મેડિકલ કોલેજ ને મોકલી આપવામાં આવ્યા છે
આ દેહદાન માટેના સંકલ્પો સ્વીકારનાર તેમજ વડાપ્રધાન મોદીજીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી અને શુભેચ્છા પાઠવતા ડોક્ટર બાલુભાઈ કોરાટના પ્રયત્નો દ્વારા આ શુભ સંકલ્પ લેવામાં આવેલ ડોક્ટર કોરાટ મરણોતર દેહદાન નું અભિયાન ચલાવી રહ્યા છે આ પહેલા ૨૧૨ જેટલા દેહદાનના સંકલ્પ પત્રો ભરી મોકલી આપેલ છે જે અગાઉ ૨૧૨+૧૦=૨૨૨ દેહદાન સંકલ્પત્ર ભરી મેડિકલ કોલેજને મોકલી આપવામાં આવેલ છે
રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.