અક્ષયને વધુ એક ફટકોઃ બડે મિયાં છોટે મિયાં પણ અટકી ગઈ

અક્ષયને વધુ એક ફટકોઃ બડે મિયાં છોટે મિયાં પણ અટકી ગઈ


- અગાઉ ગોરખા ફિલ્મ પડતી મુકાયાની અફવા ફેલાઈ હતી - ડાયરેક્ટરના દાવા અનુસાર ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરૂ કરવાનો પ્રયાસ કરાશે મુંબઈ : સમ્રાટ પૃથ્વીરાજની ઘોર નિષ્ફળતા બાદ અક્ષય કુમાર માટે અનેક મોરચે માઠા સમાચાર આવી રહ્ય છે. અગાઉ તેની ફિલ્મ ગોરખા આગળ નહીં વધારાય એવી અફવા હતી. હવે નવી ચર્ચા મુજબ તેની બહુ મહત્વાકાંક્ષી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પણ  અટકી પડી છે.  અક્ષય સાથે આ ફિલ્મમાં ટાઈગરશ્રોફ પણ છે. તેનું મોટાભાગનું શૂટિંગ યુકેમાં થવાનું છે તેવો દાવો કરાયો હતો. અમિતાભ બચ્ચન અને ગોવિંદાની આ જ ટાઈટલ ધરાવતી કોમેડી ફિલ્મ કરતાં આ ફિલ્મ બિલકુલ અલગ હશે તેવો પણ દાવો કરાયો હતો. અગાઉની જાહેરાત અનુસાર આ ફિલ્મ ૨૦૨૩ની નાતાલ વખતે રિલીઝ કરવાનો અંદાજ અપાયો હતો.  જોકે, હવે ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષયની આ બિગ બજેટ ફિલ્મ હાલ પુરતી અટકી પડી છે. અક્ષય કુમાર ફેક્ટરી પ્રોડક્શનની જેમ કામ કરવા માટે જાણીતો છે અને તે દરેક ફિલ્મ ૩૦-૪૦ દિવસમાં ચોક્કસ પ્લાનિંગ સાથે પૂરી કરી દે છે. પરંતુ, બડે મિયાં છોટે મિયાં માટે તેનાં આવા પ્લાનિંગના કોઈ અહેવાલ નથી. બીજી તરફ, ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે દાવો કર્યો હતો કે બડે મિયાં છોટે મિયાં અટકી ગઈ હોવાની વાત ખોટી છે. વાસ્તવમાં આ ફિલ્મ બહુ મોટા સ્કેલ પર બની રહી છે અનેે તેથી તેના પ્રિ પ્રોડક્શનમાં બહુ મહિનાઓનો સમય લાગી શકે છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં નહીં તો આવતાં વર્ષની શરુઆતમાં ફ્લોર પર જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ૨૦૦ કરોડના બજેટમાં બની છે પરંતુ ટિકિટ બારી પર તેનો ૬૫ કરોડનો પણ વકરો થયો નથી. અક્ષયની આ પહેલાંની બચ્ચન પાંડે પણ બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. ઉપરાછાપરી નિષ્ફળતાઓ બાદ તેણે પોતાની ફી પણ ઘટાડવા માંડી હોવાનું કહેવાય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »