લોકશાહીના અવસરે અચૂક મતદાન કરવાની અપીલ કરતા દિવ્યાંગ કાળુસિંહ ઠાકોર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qxjiccnjlgeamya8/" left="-10"]

લોકશાહીના અવસરે અચૂક મતદાન કરવાની અપીલ કરતા દિવ્યાંગ કાળુસિંહ ઠાકોર


કાળુસિંહ છેલ્લા ૪૪ વર્ષથી એક પણ ચૂંટણીમાં મતદાન ચૂક્યા નથી

**********

   લોકશાહીનો મતલબ છે લોકોનું, લોકો વડે અને લોકો માટે બનેલુ વ્યવસ્થા તંત્ર એટલે લોકશાહી. આ લોકશાહીમાં દરેક નાગરિકને મતદાનનો અધિકાર મળ્યો છે. આપણે આપણા અમૂલ્ય મત વડે આપણા નેતા ચૂંટીએ છીએ. તો પછી આપણે આપણો મત આપવાનું કેવી રીતે ચૂકીએ?   આ શબ્દો છે દિવ્યાંગ ૬૨ વર્ષિય કાળુસિંહના       

 

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્ટેશન રોડ જૂની સિવિલ પાંચબત્તી વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષિય ઠાકોર કાળુસિંહ કેસરસિંહ દિવ્યાંગ હોવા છતાં દરેક ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરે છે. તેઓ હિંમત હાઇસ્કૂલના ખાતેના તેમના મતદાન મથકે વર્ષોથી મતદાન કરે છે. છેલ્લા ૪૪ વર્ષથી એક પણ ચૂંટણીમાં મત આપવાનું ચૂક્યા નથી.    

 

  કાળુસિંહ જણાવે છે કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે જે આપણને ભારતીય બંધારણ દ્રારા આપવામાં આવેલ સૌથી મહત્વનો અને મોટો અધિકાર છે. આ અધિકાર દ્રારા આપણે એક સ્વસ્થ અને સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. ભારતના નાગરીક તરીકે મતદાન કરવુંએ ગર્વની વાત છે. ભારત એક લોકશાહી દેશ છે, ૨૦૦ વર્ષની ગુલામી બાદ મળેલી આઝાદીએ, આપણા મહાન નેતાઓએ સ્વીકારેલ બંધારણમાંથી આપણને મતદાનનો અધિકાર મળ્યો છે. આ મતદાનને આપણે માત્ર ફરજ સમજી ચુકીએ તે કેમ ચાલે?

   

   આ લોકશાહીના અવસરને ઉજવવા દરેક નાગરીકે અચુક મતદાન કરવું જોઇએ. તેવી દિવ્યાંગ કાળુસિંહે અપીલ કરી હતી.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]