ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ કુવા છલકાઈને ખેતરોમાં ભરાયા પાણી નદી નાળા છલકાઈને રોડ ઉપર વહેતા થયાં ખેડૂતો પરેશાન પાક નિષ્ફળ જવાની ચિંતા રાજ્ય સરકાર ગીર સોમનાથ જિલ્લો અતિવૃષ્ટિ જાહેર કરે એવી ખેડૂતોએ કરી માંઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qmdma8yntfxbrppt/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ કુવા છલકાઈને ખેતરોમાં ભરાયા પાણી નદી નાળા છલકાઈને રોડ ઉપર વહેતા થયાં ખેડૂતો પરેશાન પાક નિષ્ફળ જવાની ચિંતા રાજ્ય સરકાર ગીર સોમનાથ જિલ્લો અતિવૃષ્ટિ જાહેર કરે એવી ખેડૂતોએ કરી માંઞ


તા:15 ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ગઢડા તાલુકાનાં બોડીદર,સોનપરા,,ભિયાળ,ઝાંઝરીયા,કાણકિયા કરેણી,વેળાકોટ,સનવાવ,હરમડીયા,પિછવા-પિછવી તેમજ ઉના તાલુકાનાં અનેક ગામડાઓમાં અને કોડીનાર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં સતત ઘેરાતા વાદળો અને સતત ધીમીધારે પડતાં વરસાદથી આજે ખેતરો પાણીમાં પાણીમાં ખેતરો ત્યારે ખેડૂતોની મુશ્કેલી વધતી જોવાં મળે છે હાલ ખેતીવાડીમાં તમાંમ કુવાઓ પણ ખેડૂતોનાં છલકાઈને નદી નાળા રોડ ઉપર પાણી વહેતાં થયા છે ત્યારે ગુજરાતમાં ઘણાં બધાં જિલ્લાને રાજ્ય સરકારે અતિવૃષ્ટિ જાહેર કરેલ છે અને સહાય ચુકવણું ચાલુ પણ કરી દીધું છે અને અનેક જિલ્લામાં સહાયનું ચુકવણું પણ થઈ ગયું છે

જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત સરકારએ સર્વ પણ કરાવ્યું નથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં ઓફિસર અધિકારીઓ ડોકાયા પણ નથી ત્યારે આજે ઞીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોની હાલત દયનીય બની ઞઇ છે અને ઞીર સોમનાથ જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરવામાં બેવડી નિતી રાખીને બાકાત કરતાં આજે ગીર ગઢડા ઉના અને કોડીનાર વેરાવળ તાલાળા તાલુકાનાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે મોંઘા ભાવનાં મઞફળી કપાસ સોયાબીન ડુંગળી જેવાં અનેક બિયારણો ખાતરો દવાઓ ખરીદીને ખેડૂતોએ પોતાનાં પાકનું વાવેતર કર્યું હતું ત્યારે કોરોના કાળ પછી ખેડૂતો દિવસે નેં દિવસે પાઇમાલી તરફ જતો રહ્યો છે એવી હાલત ગીર સોમનાથ જિલ્લાનાં અનેક ખેડૂતોમાં જોવાં મળે છે

આજે ઞીર સોમનાથ જિલ્લાનાં નાનાં સીમાંત ખેડૂતો આર્થિક પરિસ્થિતિનો સામનો કરતાં જોવાં મળે છે ત્યારે આજથી દોઢ વર્ષ પહેલાં આવેલ તાવતૈ-વાવાઝોડાએ પણ ગીર સોમનાથ જિલ્લાને વેર-વિનાશશ કરી દીધો હતો હજુ એમની સહાયનું પણ કશું જ કરવામાં આવ્યું નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીનો પગાર વધારવામાં આવે છે તો ખેડૂતોને અતિવૃષ્ટિથી પાયમાલ થતાં ખેડૂતોને બચાવવાં પૈસા કે પેકેજ કેમ નહીં ??? રાજ્ય સરકાર કહે છે કે ખેડૂતો 2022માં બમણી આવક કરશે તો ખેડૂતોને આવક થશે ક્યાંથી ??? એવા પણ અનેક સવાલો ખેડૂતોમાં ઉઠી રહ્યા છે આજે ઉના કોડીનાર ગીર ગઢડામાં હાલ અત્યારે પણ સતત પડતા ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતો હાલ અત્યારે કૂવામાંથી પાણી ખાલી કરવા માટે રાત-દિવસ ઇલેક્ટ્રોનિક મોટરો ચલાવીને પણ ખેતરોમાંથી પાણી કાઢવાં અને કૂવામાંથી પાણી કાઢવાં માટે પણ મજબૂર બન્યા છે

ત્યારબાદ કુદરતની થપ્પડ ખેડૂતોને ભારી પડી છે જેમાં હાલ અત્યારે સતત વરસાદનાં કારણે વારંવાર પાવર પણ કાપીને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે પૂરતો પાવર પણ મળતો નથી અને ક્યાંક ને ક્યાંક જેટકો અને પી.જી.વી.સી.એલ દ્વારા વારંવાર પાવર રીપેરીંગ પણ આવતું હોય ત્યારે કલાક દોઢ બે કલાક માંડ ખેડૂતોને થ્રીફેજ પાવર મળે છે અને ઇલેક્ટ્રોનિક મોટરો ચાલતી હોય ત્યારે આજે અનેક તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતો પાક નિષ્ફળ જવાનાં ડરથી પોતાની જાનની જોખમે તમામ પ્રયત્નો કરવા માટે ખેડૂત મજબુર બન્યાં છે ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા ઉના કોડીનાર તાલાળા વેરાવળ સુત્રાપાડા જેવા અનેક તાલુકાનાં ખેડૂતોનું અને ગ્રામ્ય વિસ્તારોનાં ખેડૂતોનું સર્વે કરાવે અને અતિવૃષ્ટિ ગીર સોમનાથ જિલ્લો જાહેર કરે અને ખેડૂતોને તાત્કાલિક સહાય પેકેજ આપે એવી ખેડૂતોમાંથી માંગ ઉઠવા છે તેમ છતાં ખેડૂતોનાં હિતને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ખેડુતોએ ચિમકી ઉચ્ચારી છે અને 2022ની ચૂંટણીમાં મતદાન કરવાનો પણ બહિષ્કાર કરશે એવી ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]