ધ્રાંગધ્રાના ગાજણવાવ પ્રાથમિક શાળામાં આત્મરક્ષણ અંગેની ટ્રેનિંગ અપાઇ.

ધ્રાંગધ્રાના ગાજણવાવ પ્રાથમિક શાળામાં આત્મરક્ષણ અંગેની ટ્રેનિંગ અપાઇ.


ધ્રાંગધ્રા: દેશમાં મહિલા તથા દિકરીઓ પર શારીરીક છેડતી સહિત બળાત્કારના ગૃન્હામા નોંધપાત્ર વધારો થતો નજરે પડે છે જેને ધ્યાને લઇ ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામની પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી દિકરીઓને આત્મરક્ષણ અંગે ખાસ કાયઁક્રમનુ આયોજન કરાયુ હતુ જેમા શાળામાં અભ્યાસ કરતા દિકરીઓને અજાણ્યા વ્યક્તિથી દુર રહેવા સહિત દિકરીઓ સાથે થતા ખરાબ વ્યવહાર સમયે કઇ રીતે બચવું તેનુ પુણઁ માગઁદશઁન પુરુ પાડ્યુ હતુ સાથે જ દિકરીઓની આબરુ પર આવતા કોઇ પણ તત્વો સામે કઇ રીતે પોતાનુ આત્મરક્ષણ કરવુ તે અંગે પણ જ્ઞાન પુરુ પાડ્યુ હતુ. ગાજણવાવ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દિકરીઓને પાઠ્યપુસ્તકોથી બાહ્ય જ્ઞાન આપવાના કાયઁક્રમને વાલીઓ દ્વારા પણ વધાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »