પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાગોદર માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાગોદર માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું


રાપર : આજ રોજ રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. મોતીલાલ રાય સર તેમજ પી.એચ.સી ગાગોદર મેડિકલ ઓફિસર ડો.ઝાલા અને ડૉ.મનીષાબેન ના મા ર્ગદર્શન હેઠળ પી. એચ.સી. ગાગોદર મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોર કિશોરી ના એચ.બી ની તપાસ કરવા માં આવી હતી.જેમાં એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર,ફિમેલ સુપરવાયઝર પ્રભાબેન, લેબ ટેક,સી એચ ઓ. , એ. એન. એમ. સ્ટાફ નર્સ, mpw અને તેમજ આશા બહેનો હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું.
જે કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું. અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »