રાજકોટ શહેર મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં જુન માસ દરમ્યાન ૩૫૫૧૯ શહેરીજનોએ લાભ લીધો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/paxvvwoll3g3vapl/" left="-10"]

રાજકોટ શહેર મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં જુન માસ દરમ્યાન ૩૫૫૧૯ શહેરીજનોએ લાભ લીધો.


રાજકોટ શહેર તા.૨૦/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય તથા બાબુભાઈ વૈધ લાયબ્રેરી તથા ડો.બાબાસાહેબ આંબેડકર લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેનાં ફરતા પુસ્તકાલયો યુનિટ-૧ તથા યુનિટ-૨ મહિલા એકટીવિટી સેન્ટર, મહિલા વાંચનાલયમાં સભ્યોની ડિમાન્ડ અને નવ પ્રકાશિત પુસ્તકો જેવા કે સાહિત્ય, નવલકથા, વિધાર્થી ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો લાઇબ્રેરીઓમાં વસાવવામાં આવેલ તથા બાળકો માટે નવી સ્ટોરી બુક, રમકડા, પઝલ, ગેમ્સ, પણ ઈસ્યુમાં મુકવામાં આવેલ છે. જેનો શહેરના નાગરિકો દ્વારા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહેલ છે. જુન માસ દરમ્યાન મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીમાં ૩૫૫૧૯ નાગરિકોએ મુલાકાત લઈ લાભ લીધેલ છે. તેમજ ૩૭૦ નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા છે. શહેરીજનો આ લાઈબ્રેરી સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવો રાજકોટ મહાનગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]