રાજકોટ શહેર સ્માર્ટ સીટી એરિયામાં લાઈટહાઉસની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i9mi2wbn3v8rds5m/" left="-10"]

રાજકોટ શહેર સ્માર્ટ સીટી એરિયામાં લાઈટહાઉસની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.


રાજકોટ શહેર તા.૨૦/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ સાંજે ૫ કલાકે દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્માર્ટ સીટી એરિયામાં નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેકટની પ્રગતિની ડ્રોનથી નિરીક્ષણ કરી સમીક્ષા કરશે. જેના અનુસંધાને ગઈકાલ તા.૧૯/૭/૨૦૨૨ના રોજ મ્યુનિ કમિશનરશ્રી અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી હતી. લાઈટહાઉસ પ્રોજેટક હેઠળ ૧૧ ટાવરમાં કુલ ૧૧૪૪ ફ્લેટ બનાવવામાં આવેલ છે. આ સ્થળ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, સીટી એન્જી. શ્રી એચ.યુ.ડોઢિયા, શ્રી વાય.કે.ગૌસ્વામી, પી.એ.(ટેક.) ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, ગુજરાત ગેસના પ્રતિનિધિશ્રી રાજીવ પટેલ, માલાણી એજન્સીના પ્રતિનિધિશ્રી મનોજભાઈ માલાણી તેમજ PGVCL નાં પ્રતિનિધિશ્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]