ખત્રીવાડમાં આવેલ અમદાવાદના વૃધ્ધની મિલકત પર કબ્જો જમાવનાર ડાંગરિયા બંધુની શોધખોળ - At This Time

ખત્રીવાડમાં આવેલ અમદાવાદના વૃધ્ધની મિલકત પર કબ્જો જમાવનાર ડાંગરિયા બંધુની શોધખોળ


ખત્રીવાડમાં આવેલ અમદાવાદના વૃધ્ધની મિલકત પર હરિધવા રોડ પર આવેલ કિરણ સોસાયટીમાં રહેતાં ડાંગરિયા બંધુઓએ વૃધ્ધના મૃત પિતા અને ફઈને હયાત બતાવી ખોટી સહી કરી પોતાના નામે દસ્તાવેજ કરી છેતરપીંડી આચરતાં બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે અમદાવાદના વટવા રોડ ઉપર વ્રજવઘન કો.ઓ.હા. સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન વ્યતિત કરતાં મનસુખલાલ બળવંતરાય મેર (ઉ.વ. 73) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ લક્ષ્મણભાઈ ડાંગરીયા અને તેના ભાઈ જીજ્ઞેશ (રહે. બન્ને કિરણનગર સોસાયટી, હરીઘવા રોડ) નું નામ આપતા એ. ડિવિઝન પોલીસે આઇપીસી 420,467,468,471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદી મનસુખભાઈએ પોલીસને જણાવ્યું કે, તેના પિતા બળવંતરાય અને ફઈ સરસ્વતીબેનની માલિકીની મિલ્કત રાજકોટના ખત્રીવાડ કરશનદાસ માંડવીયાની શેરી ખાતે આવેલી છે. તેના ફઇનું 1993માં અને પિતાનું 2010માં મૃત્યુ નિપજ્યું હતું. વર્ષ 2020ની સાલમાં કોરોના કાળમાં તે રાજકોટ આવ્યા હતા. તેના પિતાની આ મિલ્કતની વારસાઈ કાર્યવાહી કરવાની હોવાથી સીટી સર્વે ઓફિસે વારસાઈ નોંધ કરાવવા જતાં આ બન્ને સર્વે નં.65 ની 13.35 અને 70ની 39.15 મળી કુલ 52.68 ચો.મી. સહિતની મિલકતમાં બન્ને આરોપીની એન્ટ્રી હોવાનું જાણવા મળતાં તપાસ કરતાં દસ્તાવેજ થયાંનું જાણવા મળ્યું હતું.
દસ્તાવેજની નકલ મેળવી જોતાં બન્ને આરોપીએ તેના મૃતક પિતા અને ફઈને હયાત બતાવી ખોટા દસ્તાવેજ કરાવી લીધાનું ખુલતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ રવી બારોટ અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.