યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો - At This Time

યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો


શહેરમાં 18 વર્ષિય યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ કાલાવડ રોડ પર રહેતો 18 વર્ષીય સંજુ ભોજબહાદુર પટીયા નામના યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓ ગઈકાલે રાત્રિનાં યુનિવર્સિટી રોડ પર જેશન સ્ટોક નામની દુકાન પાસે ઝેરી દવા પી લેતાં યુવકને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે.
યુવક શાપરની એક હોટલમાં કામ કરે છે. તેઓ ગઈકાલે શાપરથી ઇન્દિરા સર્કલ પાસે મિત્રને મળવા આવ્યો હતો. બાદ યુવકે આ પગલું ભર્યાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું. યુવક ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. ઝેરી દવા પીવાનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.