તારા ભાઈના પૈસા તારે આપવા પડશે’ કહી કારખાનેદાર વિશાલ પરમારને મારી નાંખવાની ધમકી - At This Time

તારા ભાઈના પૈસા તારે આપવા પડશે’ કહી કારખાનેદાર વિશાલ પરમારને મારી નાંખવાની ધમકી


ગોવર્ધન ચોકમાં રહેતાં અને લોઠડામાં કારખાનું ધરાવતાં કારખાનેદારને તારા ભાઈના પૈસા તારે આપવા પડશે કહીં જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોકમાં સ્કાય હાઈટમાં રહેતાં વિશાલભાઇ મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક કયલા (રહે.મોરબી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ લોઠડા ગામે સ્વસ્તિક એંજીનિયરર્સ નામે ફેબ્રીકેશનનુ કારખાનુ ચલાવે છે. ગઈ તા.14/03/2024 ના બપોરના અઢી વાગ્યાની આસપાસ તેઓ કારખાને હતો ત્યારે તેમના ભાઈએ જેમની પાસેથી પૈસા લીધેલ હતા તે હાર્દિક કયલા નામના શખ્સ કારમાં ઘસી આવેલ અને તેમની સાથે અન્ય ત્રણ અજાણ્યા શખ્સો હતાં. કારમાંથી નીચે ઉતરી ગાળો બોલી કહેવા લાગ્યા કે, તું બહાર આવ પરંતુ તેઓ બહાર ગયેલ નહી, જેથી ત્રણેય શખ્સોએ કારખાનેદારે ઘર બહાર પાર્ક કરેલ કારના કાચ, હેડલાઇ અને બમ્પર તોડી કારમા બે લાખનુ નુકશાન કરેલ હતું.
જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ લખાવેલ હતી. આ અંગેની જાણ હાર્દિકને થતા તે જ દિવસે સાંજના ફોન કરી ફરીવાર ગાળો આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, જેમ તારી ગાડી તોડી તેમ તને પણ તોડી નાખશુ અને હજુ પણ અમે તને મુકવાના નથી તારા ભાઈના પૈસા તારે આપવા પડશે નહી આપે તને જીવતો રહેવા નહી દઉં તેમ કહી ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે આરોપી વિરૂદ્ધ ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.