આજ રોજ ‘એન’ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં “ગુજરાત સ્થાપના દિન” નિમિતે પક્ષીઓ માટે પાણીના 400 કુંડાઓનું વિતરણ કર્યું. - At This Time

આજ રોજ ‘એન’ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં “ગુજરાત સ્થાપના દિન” નિમિતે પક્ષીઓ માટે પાણીના 400 કુંડાઓનું વિતરણ કર્યું.


આજની દુનિયામાં એક મનુષ્યને બીજા મનુષ્ય માટે જ્યારે વિચારવા નો કે એની તકલીફો સાંભળવાનો સમય નથી ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે નિર્દોષ,અબોલા પક્ષીઓ માટે આટલી અસહ્ય ગરમીમાં પડતી પાણી ની તરસ છીપાવવા માટે " ગુજરાત સ્થાપના દિને" 400 કુંડાઓનું વિતરણ કરી ખરેખર સરાહનીય કાર્ય કર્યુ છે.

આજરોજ ‘એન’ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં "ગુજરાત સ્થાપના દિન" નિમિતે પક્ષીઓ માટે પાણીના 400 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા લોકોને સમજાવવામાં આવ્યા.

આવા સમયમાં કવિ કલાપી દ્વારા લખાયેલા કાવ્ય ની કેટલીક પંક્તિઓ યાદ આવે છે.રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો; શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો? આજે શહેરો સહિત ગામડાઓમાં પણ પક્ષીઓની સંખ્યા ધીરેધીરે ઓછી થતી જોવા મળી રહી છે એમાં ખાસ કરીને ચકલીઓ શહેરમાં બહુ જ દુર્લભ જોવા મળે છે.ખેતીમાં થતાં પાકો અને તેમાં નાના જીવજંતુઓ ક્યારેક ખેતીને બહુ મોટું નુકસાન કરે છે ત્યારે ચકલી આવી જીવાતોનું ભક્ષણ કરી પોતાના બચ્ચા માટેનો ખોરાક બનાવે છે. જે જીવજંતુ, ઈયળ, લારવા ખેતી માટે અભિષાપ છે એ ચકલી માટે આશીર્વાદ બને છે. માત્ર ચકલીઓ જ નહીં દરેક પક્ષીનું અલગ-અલગ મહત્વ છે.

પક્ષીઓ ની ઓછી થતી માત્રાનું એક મહત્વનું કારણ શહેરના વિકાસ યોજનાઓના નામે ઝાડો નું નિકંદન કાઢી નાખ્યું કે જેને આપણે પક્ષીઓનું રહેઠાણ કહીએ છીએ. પછી આપણે એજ લોકો વૃક્ષો વાવો પ્રકૃતિ બચાવોનાં બેનરો લગાવશે અને લોકોને વૃક્ષો નાં કાપવાની અને વૃક્ષની માવજત કરવાની શિખામણો આપશે.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.