ચોટીલાના યુવાનોનો અનોખો શિક્ષણ યજ્ઞ, ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને અંગ્રેજી વાંચતા કર્યા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oiaz39uiuwzcqli5/" left="-10"]

ચોટીલાના યુવાનોનો અનોખો શિક્ષણ યજ્ઞ, ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને અંગ્રેજી વાંચતા કર્યા.


તા.11/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલાના યુવાનોનો અનોખો શિક્ષણ યજ્ઞ, ઝુપડ પટ્ટીમાં રહેતા બાળકોને અંગ્રેજી વાંચતા કર્યા ચોટીલાના ચાર શિક્ષિત યુવાનોને વિચાર આવ્યો કે ઝુપડ‌ પટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ આપીએ તેમજ આ ચાર યુવાનો દ્વારા ચોટીલામાં આવેલી દુધેલી રોડ તેમજ કુંભારા રોડ ઉપર આવેલી ઝુપડપટ્ટીમાં જઈ બાળકોને શિક્ષણ માટે સમજાવ્યા હતા. નાના બાળકોને મજૂરી કામ કરતા જોઈ યુવાનોને વિચાર આવ્યો કે શિક્ષણમાં પણ તેઓને થોડુ ધ્યાન કેન્દ્રિત થાય જેના માટે દર રવિવારે બે કલાક શિક્ષણ આપવાના કાર્ય સાથે સાથે બાળકો માટે જમવાની અથવા નાસ્તાની પણ વ્યવસ્થા કરતા જેથી કરીને બાળકો અભ્યાસ માટે આવવા તૈયાર થયા હતા ઝુપડપટ્ટીમાં જઈ શિક્ષણ આપ્યા બાદ ત્યાં બેસવાની વ્યવસ્થાના હોવાના કારણે તેઓએ એક રૂમ રાખી બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું હતુ જેમાં ધીમે ધીમે આ કાર્ય 90 રવિવારે પહોંચ્યું છે જેમાં યુવાનો દ્વારા એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું અને ટ્રસ્ટ થકી તેઓ બીજા સેવાકીય કાર્યોની પણ શરૂઆત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]