લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dbtlw7rhcwgt2zsk/" left="-10"]

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા


તા.11/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર લીંબડી, અમદાવાદ હાઇવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને અનેક લોકોના જીવ પણ આ હાઇવેએ લઈ લીધા છે ત્યારે સુરેન્દ્રનગરના અમદાવાદ લીંબડી હાઇવે ઉપર ઝાંખણ ગામના પાટીયા નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં ઘટના સ્થળે બે યુવકોના મોત નીપજવા પામ્યા છે જેને લઇને બનાવને લઈ ચકચાર મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ લીમડી અમદાવાદ હાઈવે ઉપર મોડી રાત્રે જાખણ ગામના પાટીયા પાસે આઇસર અને પ્લેઝર કંપનીના બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આઇસર ચાલક દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવવામાં આવતા સામેથી આવતા પ્લેઝર ચાલકને અડફેટે લઈ લેવામાં આવ્યા છે પ્લેઝર ઉપર સવાર બંને યુવકોના મોત નીપજવા પામ્યા છે ઘટનાને લઇ અને ઘટના સ્થળે પોલીસ પણ દોડી ગઈ છે અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આ અકસ્માત સર્જી અને આઇસર ચાલક ફરાર બની ચૂક્યો છે ત્યારે લીંબડી પોલીસે આઇસર જપ્ત લઈ લીધું છે અને પોલીસ સ્ટેશનમાં મૂકી દીધું છે ત્યારે બંને આશાવાદી યુવકોના અકસ્માતમાં મોત નીપજતા પરિવાર પણ શોખ મગ્ન બન્યો છે બંનેની ડેડ બોડીને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. લીમડી અમદાવાદ હાઈવે ઉપર ઝાંખણ ગામના પાટીયા નજીક જિલ્લા 8 દિવસમાં ચાર લોકોના અકસ્માતના પગલે મોત નિપજયા છે ત્યારે જિલ્લાનો લીંબડી અમદાવાદ હાઈવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]