અમદાવાદ મંડળના સમાખ્યાળી અને પાલનપુર સેક્શન પર ડબલ ટ્રેક ને કારણે કેટલીક ટ્રેનો ને અસર થશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nj9ezq937guakw8e/" left="-10"]

અમદાવાદ મંડળના સમાખ્યાળી અને પાલનપુર સેક્શન પર ડબલ ટ્રેક ને કારણે કેટલીક ટ્રેનો ને અસર થશે.


અમદાવાદ મંડળના સમાખ્યાળી અને પાલનપુર સેક્શનના કીડિયાનગર, પદમપુર, ભુટકિયા ભીમાસર અને આડેસર સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેકના કામને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે અને કેટલીક પરિવર્તિત માર્ગે ચાલશે,

જેની માહિતી નીચે જણાવ્યા મુજબ છે.

રદ કરેલ ટ્રેનો

૧૭ અને ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ ની ટ્રેન નંબર ૨૨૪૮૩ જોઘપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન કેન્સલ રહેશે.

૧૮ અને ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ ની ટ્રેન નંબર ૨૨૪૮૫ ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ રહેશે.

૧૭ થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ સુધી ટ્રેન નંબર ૨૦૯૨૭ / ૨૦૯૨૮ ભુજ-પાલનપુર-ભુજ એક્સપ્રેસ ટ્રેન કેન્સલ રહેશે.

ડાયવર્ટ/પરિવર્તીત ટ્રેનો

૧૭ ઓક્ટોબર ૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૨૯૬૦ ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ એના નિશ્ચિત માર્ગ સમાખ્યાળી-પાલનપુર-અમદાવાદને બદલે ડાયવર્ટ માર્ગ વાયા સમાખ્યાળી- ધ્રાંગધ્રા -અમદાવાદ થઇને જશે, આ ડાયવર્ઝનને કારણે આ ટ્રેન ગાંધીધામથી ૦૨:૫૫ કલાક મોડી રવાના થશે.

૧૭ અને ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૪૩૨૧ બરેલી-ભુજ એક્સપ્રેસ એનાનિશ્ચિત માર્ગ પાલનપુર-રાધનપુર-સમાખ્યાળી ને બદલે પાલનપુર- ઊંઝા-મહેસાણા-વિરમગામ-સમાખ્યાળી ના રસ્તે ચાલશે.

૧૭ અને ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ ની ટ્રેન નંબર ૧૪૩૨૨ ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિશ્ચિત માર્ગ સમાખ્યાળી-રાધનપુર-પાલનપુરને બદલે સમાખ્યાળી -ધ્રાંગધ્રા-વિરમગામ-મહેસાણા-ઉંઝા-પાલનપુરના માર્ગે ચાલશે.

ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિસ્તૃત જાણકારી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઇને મેળવી શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]