દહેગામ અમદાવાદ હાઇવે પર ગલુદન ગામ નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ms3w1cihlexfxh8k/" left="-10"]

દહેગામ અમદાવાદ હાઇવે પર ગલુદન ગામ નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત


દહેગામ ના અમદાવાદ રોડ પર ગલુદન ગામના પાટિયા પાસે અમદાવાદ થી આવતી એસ ટી બસે દહેગામ બાજુ થી સામે આવતી રીક્ષા ને ટક્કર મારતા ગંભીર અકસ્માત થતા 7લોકો ઈજાગ્રસ્ત થયાં છે તેમને હાલ ગાંધીનગર સિવિલ માં રીફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ દહેગામ થી આવતી રીક્ષા ને અમદવાદ બાજુ થી આવતી બસે ટક્કર મારતા સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેમને 108 એમ્બ્યુલસ દ્વારા ગાંધીનગર સિવિલ પહોંચાડવામાં આવ્યા હતા આ તમામ ઈજાગ્રસ્ત લોકો નરોડા ના પરઢોલ ગામના રહેવાસી હોય તેવું જાણવા મળેલ છે જેમાં કોકિલાબેન કનુજી બારૈયા,નવ્યાબેન વિજયજી બારૈયા,શંકુબેન બાબુજી બારૈયા,કાળાજી તખાજી ઠાકોર,લક્ષ્મીબેન કનુજી બારૈયા,રઈબેન બારૈયા જેઓ પરઢોલ ગામના રહીશ છે તમામ રહીશો ને સારવાર અર્થે ગાંધીનગર દાખલ કરવામાં આવ્યા છે. એટધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]