રેલવે બૂકિંગ ક્લાર્કે ટિકિટ માટે લીધેલા વધારાના 20 રૂપિયા પાછા મેળવવા 22 વર્ષ સુધી આપી કાનૂની લડત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mathura-lawyer-wins-22-year-long-legal-suit-against-railways-over-rs-20/" left="-10"]

રેલવે બૂકિંગ ક્લાર્કે ટિકિટ માટે લીધેલા વધારાના 20 રૂપિયા પાછા મેળવવા 22 વર્ષ સુધી આપી કાનૂની લડત


નવી દિલ્હી,તા.12 ઓગસ્ટ 2022,શુક્રવારરેલવે ટ્રેનની ટિકિટ લેતી વખતે કાઉન્ટર પરના કર્મચારીએ 20 રૂપિયા વધારે લઈ લીધા બાદ મથુરાના વકીલે આ વધારાની રકમ માટે 22 વર્ષ સુધી રેલવે સામે જંગ લડીને જીત મેળવી છે.મથુરાના વકીલ તુંગનાથ ચતુર્વેદી તેમના મિત્ર સાથે મુરાદાબાદ જવા 25 ડિસેમ્બર, 1999ના રોજ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.જ્યાં કાઉન્ટર પ ર તેમણે બે ટિકિટ માંગીને 100ની નોટ આપી હતી.ટિકિટના 70 રૂપિયા થતા હતા પણ ક્લાર્કે તેમને 10 રૂપિયા જ પાછા આપ્યા હતા.તુંગનાથ ચતુર્વેદીએ ક્લાર્ક સાથે બોલાચાલી પણ કરી હતી.જોકે ટ્રેનનો સમય થઈ ગયો હોવાથી તે વખતે તો આ વકીલ જતા રહ્યા હતા પણ 20 રૂપિયાનો મુદ્દો તેમને એવો ખટકી ગયો હતો કે, આખરે તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા.22 વર્ષ સુધી કાનૂની લડત આપ્યા બાદ હવે તેમણે 20 રૂપિયા પાછા મેળવવાની લડાઈ જીતી છે. કોર્ટે રેલવેને આદેશ આપ્યો છે કે, 20 રૂપિયા પર 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે તેમને પૈસા પાછા આપવામાં આવે અને સાથે સાથે કોર્ટે રેલવેને 15000 રૂપિયાનુ વળતર પણ ચુકવવા માટે કહ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]