દવા મટિરિયલના વેપારના નામે 1.25 કરોડની ઠગાઈ: નાઇઝીરિયન ગેંગનો સાગરીત મુંબઈથી ઝડપાયો - At This Time

દવા મટિરિયલના વેપારના નામે 1.25 કરોડની ઠગાઈ: નાઇઝીરિયન ગેંગનો સાગરીત મુંબઈથી ઝડપાયો


અમદાવાદ,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારમુંબઈથી સાયબર સેલની ટીમે 1.25 કરોડની ઠગાઇના મામલે નાઇઝીરિયન ગેંગના સાગરીતને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ ગેંગના સભ્યો  ફેસબુક પર યુવતીનો પ્રોફાઈલ મૂકી દવા બનાવવાના કાચા મટીરીયલ પ્લુકેન્ટીયા ઓઈલ અને સીડ્સના વેપારના નામે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. પ્લુકેન્ટીયા સીડ્સ અને ઓઈલનો દવા બનાવવા માટે ઉપયોગ થાય છે.નાઇઝીરિયન ગેંગ ફેસબુક પર  યુવતીની પ્રોફાઈલ મૂકતા હતાં. આ પ્રોફાઈલમાં યુવતી પ્લુકેન્ટીયા ઓઈલ અને સીડ્સનો વેપાર કરતી હોવાનું બતાવવામાં આવતું હતું. આ પ્રોડક્ટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ટોળકી દ્વારા લોકો પાસેથી પૈસા લઈ ઠગાઈ આચરવામાં આવતી હતી. ટોળકી દ્વારા લોકો સાથે ધંધાકીય વ્યવહાર કેળવી ૧,૨૪,૦૨,૫૦૦ની છેતરપિંડી થઈ હતી. સાયબર સેલે એક આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.