પાંડેસરામા પુત્ર ગુમ થયા બાદ ટેન્શનમાં રહેતી માતાનો આપઘાત - At This Time

પાંડેસરામા પુત્ર ગુમ થયા બાદ ટેન્શનમાં રહેતી માતાનો આપઘાત


- બે
સંતાન પૈકી એક પુત્ર વર્ષ પહેલા ગૂમ થયો હતો ઃ બીજી ઘટનામાં સચિનમાં ૧૦ દિવસ પહેલા
વતનથી આવેલા યુવાને ફાંસો ખાધો સુરત,:એક
વર્ષ પહેલા પુત્ર ગુમ થયા બાદ માનસિક તાણ અનુભવતા પાંડેસરાના રહેતા પ્રોઢા તથા
સચીનમાં ૧૦ દિવસ પહેલા વતન બિહારથી સુરત આવેલા યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ
કર્યુ હતુ.નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં રહેતા ૫૪ વર્ષીય
વિમલબેન યુવરાજ ટાઇડે ઘરે બુધવારે બપોરે પડોશી મહિલા મળવા આવી હતી. ત્યારે
ઘરનો  દરવાજો અંદરથી બંધ હોવાથી પડોશી
મહિલાએ  તેમના સંબંધીઓને જાણ કરી હતી. આ
અંગે પોલીસને જાણ કરતા ત્યાં ધસી ગયા હતા. તે સમયે  વિમલબેને ઘરમાં લાકડાના મોભ સાથે સાડી બાંધી
ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે કહ્યુ કે વિમલબેનના બે પુત્રો
પૈકી મોટો પુત્ર એક વર્ષ પહેલા ગુમ થઇ ગયો હતો. જેના લીધે વિમલબેન સતત માનસિક તાણ
અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.બીજા
બનાવમાં સચીનમાં ઉન ખાતે તિરૃપતિ બાલાજી ટાઉનશીપમાં રહેતો ૨૨ વર્ષીય અમનકુમાર
શત્રુઘન શાહ આજે વહેલી સવારે ઘરે બારીની લોખંડની ગ્રીલ સાથે ગમછો બાંધી ગળે ફાંસો
ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે અમનકુમાર ૧૦ દિવસ પહેલા વતન બિહારથી સુરત
ખાતે ભાઇ પાસે આવ્યો હતો. અને તે કાપડના ખાતામાં કામ કરતો હતો. તેણે કોઇ કારણસર આ
પગલુ ભર્યુ હતુય આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.