મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગણપતિ દાદા ની વિધિવત્ સ્થાપના કરી મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો - At This Time

મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગણપતિ દાદા ની વિધિવત્ સ્થાપના કરી મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો


મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગણપતિ દાદા ની વિધિવત સ્થાપના કરી મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો

આજ રોજ તા-૨૧-૦૯-૨૦૨૩ ના રોજ શ્રી સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ મેંદરડા ખાતે સ્થાપિત શ્રીગણપતિ મહારાજની આરતિ પ્રસંગે જીલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હરેશભાઇ ઠુંમ્મર,વિનુભાઇ રાજાણી ચેરમેન માર્કેટીંગ યાર્ડ,વિજયભાઇ પાનસુરીયા પ્રમુખ તાલુકા ભાજપ,દિલીપભાઇ સોંદરવા કોષાધ્યક્ષ તાલુકા ભાજપ, મહેશભાઇ અપારનાથી સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા અને દુંદાળા દેવ ગણેશજી ની આરતીના કાર્યક્રમમાં ભાગ લઇ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાની મુકાલાત લઇ શાળા તરફથી બાળકોને જે સંસ્કાર સાથે શિક્ષણ અપાય છે. તે જાણી તમામ મહાનુભાવો એ રાજીપો પ્રગટ કરેલ હતો. શાળા વતી શાળાનાં ટ્રસ્ટી, મેનેજિંગ ડાયરેક્ટર પરેશભાઇ ડેડાણીયાએ તમામ અતિથીઓનું સ્વાગત કરી શાળા પરિવાર તથા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી આપેલ હતી.

રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.