અરવલ્લી જિલ્લામાં મતદાન માટે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બનશે. - At This Time

અરવલ્લી જિલ્લામાં મતદાન માટે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બનશે.


અરવલ્લીના ભિલોડા વિધાનસભા મતવિસ્તારમાં સિલાદ્રી ખાતે અને મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં મહાદેવગ્રામ ખાતે ઇકોફ્રેન્ડલી મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર.

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે ઈકો ફ્રેન્ડલી મતદાનમથક ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં સિલાદ્રી અને મોડાસામાં મહાદેવગ્રામ ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.સિંગલ યુઝ પ્લાસ્ટિક,પ્લાસ્ટિક ફ્લેગ્સ,પીવીસી સહિતના મટીરીયલનો ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણીપંચ દ્વારા વિવિધ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરીને લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના આશય સાથે મતદાન મથકો ઉભા કરવામાં આવે છે. જેમાં આદર્શ મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, દિવ્યાંગ માટેનું મતદાન મથક , યુવા મતદાન મથક અને સખી મતદાન મથકનો સમાવેશ થાય છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.