લોકસભા સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે; 13 હજારથી વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે; 13 હજારથી વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે


સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે પત્રકાર વાર્તા યોજાઈ હતી. જિલ્લા કલેકટર નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતીપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વહિવટી તંત્ર સજ્જ છે. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ 2019 લોકસભા સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન કરતા આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહિવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
મતદાન દિવસ તા.7 મે 2024ના રોજ છે. સવારે 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે. ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે. આ વખતે મતદાનના દિવસે હીટ વેવની આગાહી ને ધ્યાને લઈ દરેક મતદાન મથકોએ આરોગ્યની ટીમ, પાણીની સુવિધા તેમજ જે મતદાન મથકોએ છાયડાની સુવિધાના હોય ત્યાં મંડપની સુવિધા કરાઇ છે. 27 હિંમતનગર મત વિસ્તારમાં 109 બુથ પર મંડપ, 28 ઇડરમાં 45 બુથ, 29 ખેડબ્રહ્મામાં 75 બુથ અને 33 પ્રાંતિજ ખાતે 112 બુથ પર મંડપની સુવિધા કરાઇ છે. ચાર વિધાન સભામાં કુલ 341 મતદાન મથકોએ મંડપની સુવિધા કરવામાં આવી છે.

વધુમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, મતદારોએ મતદાન મથકની અંદર મોબાઇલ સાથે પ્રવેશ કરવો નહી. આ ચૂંટણીમાં 13 હજારથી વધુ કર્મચારીઓ આ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે. જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં 326, ઇડરમાં 333, ખેડબ્રહ્મામાં 323 અને પ્રાંતિજમાં 297 મળી કુલ 1279 મતદાન મથકો કાર્યરત થશે. જેમાં સાબરકાંઠા જિલ્લાના 576815 પુરૂષ, 556615 સ્ત્રી તેમજ 48 અન્ય એમ મળી જિલ્લાના કુલ 1133478 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહથી જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.
ઉત્સાહથી જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.

5-સાબરકાંઠા સંસદીય મતવિભાગમાં આવેલ તમામ(7) વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મતવિભાગ વિભાગ દીઠ 7-મહિલા સંચાલિત સખી મતદાન, 1-આદર્શ, 1-પી.ડબ્યુ.ડી. તથા જિલ્લા કક્ષાએ 1-યુથ મતદાન મથક ઉભા કરાશે. તેમજ બંન્ને જિલ્લાના 50 % એટલે કે સાબરકાંઠામાં 641+2 અને અરવલ્લીના 526 એમ કુલ 1167+2 મતદાન મથકો વેબ કાસ્ટ મતદાન મથકો તરીકે તૈયાર કરાયા છે.
ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા 1-પાસપોર્ટ, 2-ડ્રાઇવિંગ લાઇસન્સ, 3-કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો,પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, 4-બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, 5-પાનકાર્ડ, 6-એન.પી.આર.હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, 7-નરેગા જોબકાર્ડ, 8-શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, 9-ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, 10-સંસદસભ્ય, ધારાસભ્ય અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ, 11-આધાર કાર્ડનો સમાવેશ થાય છે.

રિપોર્ટર હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.