જસદણઃ મોઢુકા સ્ટેટ બેંકના કેરિયરનો હાઇકોર્ટ દ્વારા કવોશીંગ પીટીશનમાં છૂટકારો - At This Time

જસદણઃ મોઢુકા સ્ટેટ બેંકના કેરિયરનો હાઇકોર્ટ દ્વારા કવોશીંગ પીટીશનમાં છૂટકારો


વિંછીયા તાલુકાના મોઢુકા ગામે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની શાખામાં કેસીયર તરીકે ફરજ બજાવી ચુકેલ રાજેશભાઈ જેન્તીલાલ વ્યાસને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસની કાર્યવાહી પુર્ણ થાય તે પહેલા નિર્દોષ છોડી મુકેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ૨૦૨૧ ની સાલમાં મોઢુકા ગામે આવેલ એસ.બી.આઈ. શાખામાં વેલ્યુઅર સોની હરકિશન લુંભાણી અને અન્ય ૧૧ વ્યકિતઓએ એકબીજા સાથે મળીને પુર્વ આયોજીત કાવતરૂ રચી એસબીઆઈ બેન્ક માંથી અલગ અલગ ખાતામાં ખોટા સોનાના દાગીના રજુ કરી સાચા હોવાનું પ્રમાણપત્ર આપી કુલ રૂપિયા ૩૮,૬૫,૦૦૦ની લોન લઈ બેન્ક સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરી ગુનો કર્યાની તે બાબતની ફરીયાદ એસ.બી.આઈ. ના રીજનલ મેનેજર યાદવેન્દ્રકુમાર પ્રસાદે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૦૮, ૪૦૯, ૪૬૭, વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલી હતી.

આ ફરીયાદના આધારે વિંછીયા પોલીસ સ્ટેશન દ્વારા ચાર્જસીટ રજુ કરેલુ હતુ. આ કેસ પૈકીના આરોપી રાજેશકુમાર જયંતીલાલ વ્યાસ નાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેમના દ્વારા કોસીંગ પીટીશન દાખલ કરેલી તે પીટીશનમાં ઉચ અદાલતોના જજમેન્ટો રજુ કરેલ હતા. અને તેમના વકીલશ્રીઓ દ્વારા કાયદાકીય છણાવટ કરેલ હતી. તે સમગ્ર રજુઆતો ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટ જજ હસમુખ સુથારે મોઢુકાના એસ.બી.આઈ. બેન્ક કર્મચારી રાજેશકુમાર જયંતિલાલ વ્યાસ સામેનો કેસ પડતો મુકવાનો અને તેમની સામેની તમામ કાર્યવાહીઓ પડતી મુકવાની હુકમ કરેલ છે. રાજેશકુમાર જયંતિલાલ વ્યાસ વતી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે જયભાઈ બી. અંબાણી અને મહેશભાઈ પુંજારા રોકાયેલ હતા. વિંછીયા કોર્ટમાં આ કામે આરોપીના એડવોકેટ તરીકે જસદણના એડવોકેટ ભરતભાઈ પી. અંબાણી, તથા ભાવેશભાઈ એસ. ડાભી તથા મનસુખભાઈ બી. ડાભી રોકાયેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.