( નવ યુવાન અને ઉત્સાહિત કોર્પોરેટર ) " અજય રાઠવાની ડભોઇ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી - કાર્યકરોમાં આનંદની લાગણી " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lxx1lilmnblxkfbx/" left="-10"]

( નવ યુવાન અને ઉત્સાહિત કોર્પોરેટર ) ” અજય રાઠવાની ડભોઇ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી – કાર્યકરોમાં આનંદની લાગણી “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

આજરોજ ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડભોઇ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ડભોઈ નગરપાલિકામાં કોગ્રેસ પક્ષનાં ચૂટાયેલ નવયુવાન કોર્પોરેટર અજયભાઈ રાઠવાની નિમણૂક કરી તેમના વરદ હસ્તે નિમણૂક પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખની સૂચના અનુસાર વડોદરા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ ભૌમિક ડી.પટેલ દ્વારા ડભોઇના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડભોઈ નગરપાલિકાના નવયુવાન કોર્પોરેટર અજયભાઈ રાઠવાની ડભોઇ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરાતાં સમગ્ર નવયુવાનો કાર્યકરોમાં નવો જોશ - જુસ્સો જોવાં મળ્યો હતો. હાલમાં ડભોઇ નગરમાં ચાલતો ચચૉનો વિષય છે કે, ટૂંકા ગાળામાં જ વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને કોંગ્રેસ સમિતિ દ્વારા નવ યુવાનોને ને પ્રોત્સાહિત કરવા આવી રહ્યા છે. જેથી હાલના તબક્કે ગુજરાતમાં કોંગ્રેસની સીટો જરૂરથી વધશે જ. આ નવયુવાન કાર્યકરોના જુસ્સોનો પક્ષને મોટો લાભ મળશે. આમ તો ડભોઇ નગરપાલિકામાં અજય રાઠવાએ સૌથી નાની વયે કોર્પોરેટર બનવાની સિધ્ધ હાસલ કરી છે. જે તેમના અને પક્ષ માટે ખૂબ જ ગૌરવની બાબત છે.
આ પ્રસંગે ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિષભાઈ રાવલ ( વકીલ) , ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રહલ્લાદભાઈ પટેલ, નગરપાલિકાનાં વિપક્ષનાં અગ્રણીઓ સુભાષભાઈ ભોજવાણી, નૂર મહંમદ મહુડાવાળા, અને યુવા કાર્યકરો કપીલ પટેલ, સુધીર બારોટ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયાં હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]