અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધે ખેડૂતો ને પાસોતરા વરસાદ થી થયેલ નુકશાન માં વળતર ની માંગ સાથે સરકાર ને આવેદન પત્ર પાઠવ્યું - At This Time

અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધે ખેડૂતો ને પાસોતરા વરસાદ થી થયેલ નુકશાન માં વળતર ની માંગ સાથે સરકાર ને આવેદન પત્ર પાઠવ્યું


અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધે ખેડૂતો ને પાસોતરા વરસાદ થી થયેલ નુકશાન માં વળતર ની માંગ સાથે સરકાર ને આવેદન પત્ર પાઠવ્યું

અમરેલી જિલ્લામાં પાસોતરા વરસાદથી ખેડૂતો ને ખેતી માં થયેલ વ્યાપક નુકશાન માં વળતર ની માંગ કરતું અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું જિલ્લા કલેકટર સાહેબ શ્રી, અમરેલી મારફતે મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ગાંધીનગર પરષોતમભાઈ રૂપાલા સાહેબશ્રી, રાજયસભ્યશ્રી કૃષિમંત્રી, દિલ્હી ને આવેદન પત્ર પાઠવ્યું અમરેલી જિલ્લામાં પાસોતરા વરસાદથી થયેલ વ્યાપક નુકશાન બાબતે અમરેલી જિલ્લામાં ઘણા સમયથી પાસોતરા વરસાદથી ખેડુતોને ખેતીનો પાક, પાક ઉપર આવેલ અને માવઠાના વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન, તલ, બાજરી, કઠોળ થયેલ નુકશાનુ સર્વે કરી ખેડુતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા ભારતીય કિસાન સંઘની માંગણી છે. કારણ કે, મગફળી તેમજ કપાસ અન્ય પાકો વરસાદ પડવાથી મગફળી ના પાયરા પલળી જવાથી તેમજ ઘાસચારામાં થયેલ નુકશાની તેમજ સીંગ ડેમેજ થવાથીની નુકશાની તેમજ કપાસ પલળી જવાથી કોલેટી ડેમેજ થવાથી ખેડતોને ભાવની નુકશાની પડતી હોવાથી સત્વરે વળતર ચુકવવા વિનંતી. તેમજ રૂ ની આયાત ડયુટી જુના નિયમ મુજબ ચાલુ રાખવી આ નવો નિયમ તા. ૩૧/૧૦/૨૦૨૨ નાં રોજ પુરો થવાથી આ નવો નિયમનો વધારો ન કરવો કારણ કે કપાસનું પુરૂતુ ઉત્પાદન હોવાથી ખેડુતોને ભાવ જળવાઈ રહે.તેવી માંગ કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.