( ડબલ એન્જિનની હાલની ભાજપા સરકારથી ડભોઈ વિકાસના પંથે ) " ડભોઇ તાલુકાના બાણજ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં વિકાસના કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yyn7r74gzgkeb74y/" left="-10"]

( ડબલ એન્જિનની હાલની ભાજપા સરકારથી ડભોઈ વિકાસના પંથે ) ” ડભોઇ તાલુકાના બાણજ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં વિકાસના કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ
હાલની ગુજરાત રાજ્યની ભાજપાની ડબલ એન્જિનની આ સરકાર સૌનાં સાથ થી, વિકાસના કામો દ્રારા સૌનો વિકાસ થાય તેવા કામો ઝડપભેર કરી રહી છે. ત્યારે ડભોઇ નગર - તાલુકામાં પણ લોકપ્રિય અને પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા ) દ્વારા પણ વિવિધ યોજના હેઠળ વિકાસના કામો સરકારમાંથી તાત્કાલિક મંજૂર કરાવી, આ કામો સત્વરે પૂર્ણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
જે અંતર્ગત આજરોજ ડભોઇ તાલુકાના બાણજ ગામે લાખો રૂપિયાનાં ખર્ચે થનાર વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા ) અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો - મહંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં નવનિર્માણ પામેલ પંચાયત ઘરનું લોકાર્પણ તથા સંરક્ષણ દીવાલ, પાણીની પરબ, ધોબીઘાટ, ઘન કચરાના સામાન, સહિતના હાલમાં મંજૂર થયેલ કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ,
બાણજ ગામનાં યુવા અને ઉત્સાહિત મહિલા સરપંચ મોનાબેન બારોટ, ભાજપના મહામંત્રી હિતેશભાઈ પટેલ , તાલુકા પંચાયત સદસ્ય કોમલબેન પટેલ , બાણજ ગામનાં ડે. સરપંચ , સહિત વિવિધ હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]