કાંગડા ખાતેનો ઐતિહાસિક ચક્કી પુલ ધરાશાયી, પંજાબ-હિમાચલ રેલ્વે લાઈન ઠપ - At This Time

કાંગડા ખાતેનો ઐતિહાસિક ચક્કી પુલ ધરાશાયી, પંજાબ-હિમાચલ રેલ્વે લાઈન ઠપ


- ચક્કી પુલ પંજાબથી હિમાચલ સુધીના રેલ્વે ટ્રેકને જોડતો એકમાત્ર પુલકાંગડા, તા. 20 ઓગસ્ટ 2022, શનિવારભારતીય રેલ્વે લાઈનની ઐતિહાસિક ધરોહર એવા પઠાણકોટ-કાંગડા જોગેન્દ્રનગર રેલ્વે ટ્રેક ફરી એકવાર ઠપ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે ચક્કી પાસેનો આ રેલ્વે પુલ પુરની લપેટમાં આવી ગયો હતો. આ ચક્કી પુલ ખૂબ જ જુનો અને પંજાબથી હિમાચલ સુધીના રેલ્વે ટ્રેકને જોડતો એકમાત્ર પુલ હતો. મળેલી માહિતી પ્રમાણે આ પુલનો પંજાબ તરફનો ભાગ પહેલાથી જ ક્ષતિગ્રસ્ત હતો અને હવે પૂરના કારણે સંપૂર્ણપણે વહી ગયો છે. અગાઉ પણ આ પૂલ ઉપર ઘણીવખત ચક્કી ખડ્ડનું પાણી ઓવરફ્લો થતુ હતુ પરંતુ આ પુલની સમયસર કાળજી લેવામાં આવી નથી. હવે છેલ્લા 24 કલાકથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે આજે આ પુલ પૂરની લપેટમાં આવી ગયો હતો. નોંધનીય છે કે, પંજાબથી હિમાચલને જોડતો આ એકમાત્ર રેલ્વે ટ્રેક છે. વર્તમાન સરકારે તેને પહોળો કરવા માટે અનેક વખત હવાઈ સર્વેક્ષણો કરાવ્યા હતા. ત્યારબાદ તેને ઐતિહાસિક ધરોહર ડિક્લેકર કરીને પોતાના હાલ ઉપર છોડી દીધો હતો.આજે પોતાની જર્જરિત અવસ્થામાં પહોંચેલી આ ઐતિહાસિક ધરોહર વિવિધ ભાગોમાં કપાઈને તૂટી રહી છે પરંતુ તેને સમયસર રિપેર કરાવવા માટે કોઈનું ધ્યાન નથી જઈ રહ્યું. આ કારણે ક્યારેક ટ્રેકનો ભાગ તો ક્યારેક પુલ પૂરની લપેટમાં આવી રહ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.