વડોદરા: શ્રાવણીયા જુગાર ઉપર પોલીસના 25 સ્થળોએ દરોડા, 70 જુગારીઓની અટકાયત - At This Time

વડોદરા: શ્રાવણીયા જુગાર ઉપર પોલીસના 25 સ્થળોએ દરોડા, 70 જુગારીઓની અટકાયત


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારવડોદરા શહેરમાં શ્રાવણ મહિના દરમિયાન શ્રાવણીયો જુગાર રમતા જુગારીયા મોટી સંખ્યામાં ઝડપાય છે. વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેર પોલીસે અલગ અલગ 25 જેટલા સ્થળોએ દરોડા પાડી 70 જેટલા જુગારીઓની અટકાત કરી હોવાની માહિતી સામે આવી છે.ખાસ કરીને વાત કરીએ તો, પાણીગેટ પોલીસે ચોક્કસ માહિતીના આધારે વાઘોડિયા રોડ નાલંદા સરકારી શાળાની બાજુમાં ખુલ્લામાં જુગાર રમી રહેલા 12 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં રાકેશ વાઘરી ,સુરેશ વાઘેલા, રાહુલ દંતાણી, કલ્પેશ દેવીપુજક ,દશરથ વાઘરી, મનુ વાઘરી ,પ્રવીણ વાઘેલા, રોહિત વાઘેલા ,નિતેશ વાઘરી ,કમલેશ દેવીપુજક ,સંજય વાઘેલા અને મુકેશ વાઘેલા ( તમામ રહે - વડોદરા) નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા, ત્રણ બાઈક તથા 11 મોબાઈલ ફોન સહિત કુલ 1,76,300 નો મુદ્દા માલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી. આ સાથે શહેરના અલગ અલગ પોલીસ મથકે પણ 25 થી વધુ સ્થળોએ પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાની મત્તા સાથે 50 વધુ જુગારીઓની અટકાયત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.