દેવકીનંદનને વંદન: વડોદરા શહેર જિલ્લો કૃષ્ણમય થયો - At This Time

દેવકીનંદનને વંદન: વડોદરા શહેર જિલ્લો કૃષ્ણમય થયો


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારજન્માષ્ટમી નિમિત્તે વડોદરા શહેર કૃષ્ણમય બન્યું હતું. શહેરમાં વિવિધ મંદિરો, સોસાયટીઓ સહિત ઠેરઠેર જય રણછોડ, માખણ ચોર તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારા ગૂંજ્યા હતા. તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દહીં - હાંડી મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતમાં દરેક તહેવારનું એક અનોખું મહત્વ હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. આ જન્માષ્ટમી પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ પર્વને ગોકુલઅષ્ટમી  પણ કહેવાય છે. આ દિવસે ભક્તો મટકીફોડ, રાસ-ગરબા, નાટક, ભજન તથા ઉત્સવ દ્વારા આ પર્વની ઉજવણી કરે છે. આ વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ ખાતે દહીં હાંડી મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ સ્પર્ધામાં વિવધ ગોવિંદા મંડળોની 12 ટીમોએ ભાગ લીધો હતો અને પ્રથમ વિજેતાને 50 હજાર, દ્વિતીય વિજેતાને 25 હજાર, તૃતીય વિજેતાને 15 હજાર અને અન્ય ભાગ લેનાર ટીમોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.