ચોથી ટી -20 રમવા માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પહોંચી રાજકોટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jrnktqee3nmlbqwh/" left="-10"]

ચોથી ટી -20 રમવા માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પહોંચી રાજકોટ


રાજકોતમાં ગઈકાલે કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં ચોથી ટી -20 રમવા માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પહોંચી હતી.

ભારતની ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં રોકાઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ ફોર્ચ્યુન હોટેલ રોકાઈ છે. કાલાવડ રોડ પર સ્થિત સયાજી હોટલમાં ટીમના કેપ્ટન ઋષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત હાર્દિક પંડ્યા , દિનેશ કાર્તિક , અક્ષર પટેલ , ભુવનેશ્વર કુમાર , ઈશાન કિશન સહિત ટીમનું ટ્રેડિશનલ રીતે રાસ - ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, હોટલમાં ટીમ કાઠિયાવાડી અને રાજસ્થાની અને મધ્યપ્રદેશની વાનગીઓનો સ્વાદ માણશે. તે ઉપરાંત હોટેલમાં રોયલ થીમ આધારિત તમામ રૂમને તૈયાર કરવામાં આવ્યા છે.ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંત , વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા , કોચ રાહુલ દ્રવિડ માટે ટોપફ્લોર પર આવેલા પ્રેસિડેન્સિયલ સ્યૂટ રૂમ તૈયાર કર્યા છે. આ રૂમમાં ઇન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેલાડીઓ માટે પ્રીમિયમ રૂમ તૈયાર કર્યા છે. તેમાં પણ ઇન્ટરનેટની સુવિધાઓ રાખવામાં આવી છે. BCCI દ્વારા આપવામાં આવેલા ફૂડ ચાર્ટ મુજબ , ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગુજરાતી ભોજન , રાજસ્થાની ભોજન , ઇન્દોરની સ્પેશિયલ ચાટ , કોન્ટિનેન્ટલ , અરેબિક સહિતનું ફૂડ અપાશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]