રાજકોટ કલેકટર દ્વારા લેન્‍ડ રિવિઝન કેસમાં મહત્‍વનો ચુકાદો : મૃતકના વારસોની નોંધ મંજુર - At This Time

રાજકોટ કલેકટર દ્વારા લેન્‍ડ રિવિઝન કેસમાં મહત્‍વનો ચુકાદો : મૃતકના વારસોની નોંધ મંજુર


રાજકોટ,તા. ૧૬ : રાજકોટ કલેકટરશ્રીનો લેન્‍ડ રીવીઝન કેસમાં અભૂતપૂર્વ ચુકાદો અપાયો છે. મૂળ ખાતેદારોને જમીન પરત અપાવી મહત્‍વનો ચુકાદો આપેલ હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામના ખેડૂતખાતેદાર રંભાબેન પ્રેમજીભાઇ વરીયાનું ૨૦૦૫માં અવસાન થતા તેના વારસદાર નારણ પ્રેમજીભાઇ વરીયાએ ખોટા સોગંદનામા કરી તેમના વારસદારોની ડુપ્‍લીકેટ સહી કરી વારસાઇ નોંધ તેમજ હકક કમીની નોંધ એક જ દિવસમાં મંત્રી તેમજ મામલતદાર સાથે મળીને નોંધો પાડી દીધેલ હતી.
આ અંગે ગુજ. રંભાબેન પ્રેમજીભાઇ વરીયાના વારસાદાર સ્‍વ.ભગવાનજીભાઇ પ્રેમજીભાઇ વરીયાના ધર્મપત્‍ની મંગળાબેન તેમજ બંને પુત્રીના નામ વારસદારોમાંથી કાઢી નાખેલ હતા જે અન્‍વયે સ્‍વ.ભગવાનજીભાઇનાં વારસદારો મંગળાબેન પુત્રી રંજનબેન, પુત્ર રમેશભાઇ વગેરે કલેકટરશ્રીને અરજી આપેલ હતી. જેમાં કલેકટરે આ પ્રશ્‍ન શીટમાં લીધેલ જ્‍યારે ગોંડલ મામલતદાર ઓફિસમાંથી ઉપરોકત નોંધને લગતે રેવન્‍યુ રેકર્ડ ગુમ કરી દેવામાં આવેલ હતું. આરટીઆઇ કરવા છતાં પણ નારણભાઇની ઉંડી વગના હિસાબે રેવન્‍યુ રેકર્ડ મળેલ નહી અને ગોંડલ મામલતદારશ્રીને આ પ્રશ્‍ન લેન્‍ડ રીવીઝનમાં લેવા કલેકટરશ્રીને ભલામણ કરેલ.
ઉપરોકત ભલામણના આધારે લેન્‍ડ રીવીઝન ૧૦૮ (૬) કેસને ૪૭/૨૦ રાજકોટ કલેકટરએ કેસ ચલાવતા ઉપરોકત નોંધમાં મંગળાબેન તેમજ બંને પુત્રીના નામ દાખલ નથી થયા તેનું ધ્‍યાને આવેલ તેમજ આ નોંધો ખોટી રીતે પાડેલ હોય વારસદારોના સરનામાં નારણપ્રેમજીએ સોગંદનામાં ખોટા દર્શાવી અને ૧૩૫-ડીની નોટીસમાં પણ ડુપ્‍લીકેટ સહીઓ કરી જે માટે મંગળાબેન વરીયાના વકીલશ્રીએ નયનભાઇ મહેતાએ એફએસએલ રીપોર્ટ કરી આ સહીઓ બોગસ હોવાનું પુરવાર કરેલ.
આ કામે જાણી જોઇ ડુપ્‍લીકેટ સોગંદનામાં અને સહીઓ રજુ કરવા તેમજ સરકારી જમીનાં પેશકદમી કરી લેન્‍ડ ગ્રેબીંગ એકટમાં નારણપ્રેમજીની ધરપકડ થયેલ જે અંગે કલેકટરશ્રીએ મંગળાબેન ભગવાનજીભાઇ વરીયાની તરફેણમાં અરજી મંજૂર કરી હુકમ ગ્રાહ્ય રાખેલ. આમ ગુજરનારના સીધીલીટીના ૧૭ વારસદારોની નોંધ રે.સર્વે નં. ૭૨ પૈકી ૧માં મંજૂર કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.