36મી નેશનલ ગેમ્સ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે જી.એસ.આર.ટી.સી.ના સચિવશ્રી એમ. એ. ગાંધીની અધ્યક્ષતામાં સાબરકાંઠા કલેક્ટર કચેરીખાતે બેઠક યોજાઈ.

36મી નેશનલ ગેમ્સ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે જી.એસ.આર.ટી.સી.ના સચિવશ્રી એમ. એ. ગાંધીની અધ્યક્ષતામાં સાબરકાંઠા કલેક્ટર કચેરીખાતે બેઠક યોજાઈ.


36મી નેશનલ ગેમ્સ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે જી.એસ.આર.ટી.સી.ના સચિવશ્રી એમ. એ. ગાંધીની અધ્યક્ષતામાં સાબરકાંઠા કલેક્ટર કચેરીખાતે બેઠક યોજાઈ.

36 મી નેશનલ ગેમ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે જી.એસ.આર.ટી.સી.ના સચિવશ્રી એમ. એ. ગાંધીની અધ્યક્ષતામાં સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ.
********
વાહન વ્યવસ્થા, કાર્યક્રમમાં સહભાગી થવા માટે યુવાનો ખેલાડીઓ, ખેલ પ્રેમી સંગઠનો, નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ક્રાઉડ મેનેજમેન્ટ, ફૂડ પેકેટ, પાણી, ઓ.આર.એસ. બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, કલર કોડ, એન્ટ્રી, સુચારું આયોજન અમલવારી લાઇઝન, ડેટા એન્ટ્રી, સંપર્ક નંબર કોમ્યુનિકેશન અંગે જિલ્લા વહીવટી તંત્રને પ્રેરક માર્ગદર્શન આપ્યું.
*************
આગામી તા. 29/ 9 / 2022 થી 12 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર 36 મી રાષ્ટ્રીય રમતોત્સવ નું યજમાન ગુજરાત કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભમાં 36મી નેશનલ ગેમ્સને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ ખાતે મોદી સ્ટેડિયમ થી પ્રારંભ કરાવી ખેલ જગત પ્રેમી ખેલાડીઓ દેશની જનતાને પ્રેરક ઉદબોધન કરી પ્રેરક માર્ગદર્શન કરશે.
આ સંદર્ભમાં રાજ્યભરમાં 15 થી 17મી સપ્ટેમ્બર દરમિયાન શાળા કોલેજ યુનિવર્સિટીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતતા કેળવવા પ્રચાર પ્રસાર સાથે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પણ આ અંગેનું ઉત્સાહપૂર્વક માહોલમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે રાજ્યની મહાનગરપાલિકાઓ અને મેગા સિટીમાં નેશનલ ગેમ્સનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.
આગામી 29 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતમાં અમદાવાદમાં પધારીને ખેલ પ્રેમીઓમાં ઉત્સાહ વધારી ફિટ ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા જુડેગા ઇન્ડિયા નારા સાથે દબદબાભેર ઉત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની જનતા પણ આ અવસરમાં સહભાગી થાય સામેલ થઈને આ રાષ્ટ્રીય કાર્યક્રમને માણી શકે તે અંગે જિલ્લામાંથી અંદાજે 10,000 લોકો જોડાઈને નજારો નજર નિહાળે તેવું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમના ભાગરૂપે આજે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ જી.એસ.આર.ટી.સી. ના સચિવ શ્રી એમ. એ. ગાંધી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આયોજન અમલવારી અંગે કલેક્ટર શ્રી હિતેશ કોયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ પ્રેરક માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ કાર્યક્રમ માટે જી.એસ.આર.ટી.સી. દ્વારા 180 બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત બીજા અન્ય વાહનો મળી જિલ્લામાંથી 200 વાહનો મારફત જિલ્લામાં આવેલી શાળા કોલેજ ખેલ મહાકુંભમાં ભાગ લેનાર તથા રમતગમત સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, નેહરુ યુવા કેન્દ્ર, સાયકલિંગ, ટ્રેકિંગ કરતા યુવાનો ભાઈ બહેનો તથા 18 થી 35 વય જૂથના વધુમાં વધુ લોકો સામેલ થાય અને આ યાદગાર પ્રસંગને નજરે નિહાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ક્રાઉડ મેનેજમેન્ટ, ફૂડ પેકેટ, પાણી, ઓ.આર.એસ., બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, ઓળખકાર્ડ, કલર કોડ, ફ્લેગ, લાઇઝન અધિકારી, ડેટા એન્ટ્રી, નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની કોમ્યુનિકેશન કરી શકે તેવી જિલ્લાની આગવી ઓળખ પોલો ફોરેસ્ટ ફ્લેગ બેનર્સની વ્યવસ્થા સાથે કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબરો પણ રાખવામાં સૂચન કરાયું હતું અને લોકોની ત્યાં મુશ્કેલી ન પડે તેવું તાલુકાના જિલ્લાના અધિકારીઓ ધ્યાન રાખવા જણાવ્યું હતું અને કાર્યક્રમ જવાથી માંડી પરત ફરે ત્યાં સુધી સંપર્ક રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર શ્રી બ્રહ્મભટ્ટ, જિલ્લાના રમત ગમત અધિકારી સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના સિનિયર કોચ ત્રિવેણી સરવૈયા, શિક્ષણાધિકારી તથા અન્ય અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »