રાજકોટમાં મહિલા PIનો પતિ તેની પત્નીની જ સર્વિસ રિવોલ્વરથી રોફ મારતો પકડાયો, સાથે રમકડાની પિસ્તોલ પણ રાખતો!

રાજકોટમાં મહિલા PIનો પતિ તેની પત્નીની જ સર્વિસ રિવોલ્વરથી રોફ મારતો પકડાયો, સાથે રમકડાની પિસ્તોલ પણ રાખતો!


રાજકોટના શહેરના ગરુડ ગરબી ચોકમાં ટુ-વ્‍હીલર લઇને નીકળેલા એક શખ્‍સે ત્‍યાં ગરબીના મંડપનું કામ કરી રહેલા શ્રમિકો સાથે ઝઘડો કર્યો હતો. રસ્‍તા પરથી મંડપનાં લાકડાં, સામાન દૂર હટાવી લેવાનું કહી ગાળાગાળી કરી હતી. બાદમાં ઉશ્કેરાઇને આ શખ્‍સે રિવોલ્વર કાઢતાં ગરબીના કાર્યકરો, આગેવાનો અને લોકોએ તેને પકડી લઈ પોલીસને સોંપવા તજવીજ કરી હતી. આ શખ્‍સનાં પત્‍ની મહિલા પોલીસ ઇન્‍સ્‍પેક્ટર હોવાનું ખૂલતાં ખુદ પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે પૂછપરછ કરતા રિવોલ્વર પત્નીની જ સર્વિસ રિવોલ્વર હોવાનું જણાવ્યું હતું. તેમજ સાથે રમકડાની પણ પિસ્તોલ રાખતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »