આયોજકોએ 2 માસ પહેલા 11 ફૂટની મૂર્તિ બનાવી, પોલીસે હવે 9 ફૂટની મૂર્તિનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ivorlyrakhkecdbm/" left="-10"]

આયોજકોએ 2 માસ પહેલા 11 ફૂટની મૂર્તિ બનાવી, પોલીસે હવે 9 ફૂટની મૂર્તિનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું!


પોલીસ કમિશનરે મંગળવારે 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.

31 ઓગસ્ટને ગણેશચતુર્થી છે શહેરમાં બે મહિના અગાઉ જ દુંદાળા દેવના સ્વાગતની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. શહેરમાં જુદા જુદા સ્થળોએ મૂર્તિકારોએ ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. ગણેશજીની મોટી મૂર્તિ બનાવવા માટે બે-બે મહિના અગાઉ મૂર્તિકારોને ઓર્ડર આપવા પડતા હોય છે જેના પગલે રાજકોટના અનેક ગણેશ મહોસવના આયોજકોએ બે મહિના અગાઉ 11 ફૂટની મૂર્તિ બનાવવાના ઓર્ડર આપી દીધા હતા પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશચતુર્થીના માત્ર 21 દિવસ પહેલા જ 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં બનાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]