સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં સ્ટેજ પરથી તમે ડાન્સ, મિમિક્રી, ગીત સહિતની કલા રજૂ કરી શકશો - At This Time

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં સ્ટેજ પરથી તમે ડાન્સ, મિમિક્રી, ગીત સહિતની કલા રજૂ કરી શકશો


મેળાનું ‘આઝાદીનો અમૃત લોકમેળો ’ નામ અપાયું, વેક્સિનેશનનો એક તેમજ રેપિડ-એન્ટિજન ટેસ્ટના બે સ્ટોલ રહેશે

બાળકો ખોવાઇ જાય, મોબાઇલ કે કિંમતી વસ્તુ ચોરાય તો એ જ સમયે સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટની ખાસ વ્યવસ્થા કરાય

રંગીલા રાજકોટની ઓળખ એટલે જન્માષ્ટમીના તહેવાર પર રાજકોટમાં યોજાતો લોકમેળો, કોરોનાને કારણે બે વર્ષથી મેળાનું આયોજન થયું નહોતું, આગામી મેળાને માણવા માટે માત્ર રાજકોટિયન્સ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના લોકો ઉત્સુક છે ત્યારે આ મેળાને યાદગાર બનાવવા જિલ્લા વહીવટીતંત્રએ પણ તૈયારીમાં કોઇ ખામી રાખી નથી, લોકમેળો ખરેખર આનંદમેળો બની રહે તે માટે આ વખતે લોકમેળામાં લોકો પોતાની કળા રજૂ કરી શકશે તેવી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon