રાજકોટમાં બીમારીની લહેર - શાળાઓમાં દર 1000 બાળકોએ 100ને તાવ, શરદી, ઉધરસ; 10% વિદ્યાર્થીઓ રોજ ગેરહાજર! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0mdrccpfcsnttwr1/" left="-10"]

રાજકોટમાં બીમારીની લહેર – શાળાઓમાં દર 1000 બાળકોએ 100ને તાવ, શરદી, ઉધરસ; 10% વિદ્યાર્થીઓ રોજ ગેરહાજર!


વાઈરલ ફીવરને પગલે શાળાઓમાં ફરી ફોગિંગ શરૂ કરાયું, કેટલીક સ્કૂલમાં રોજ ગૂગળ-લીમડાનો ધૂપ કરાય છે.

કોરોનાની લહેરમાંથી આંશિક રાહત મળી છે પરંતુ હજુ પણ કેસ આવી રહ્યા છે ત્યારે શાળાઓમાં બીમારીની લહેર ફરી વળતા વાલીઓ અને શાળા સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. શહેરની 25થી વધુ શાળાઓમાં તપાસ કરતા હાલ વાતાવરણની ખરાબ અસરને કારણે ઘણા બધા બાળકો વાઈરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે. શાળા સંચાલકોએ કહ્યું કે, એવરેજ 10% બાળકો નાની-મોટી બીમારીને કારણે દરરોજ ગેરહાજર રહે છે. દર 1000માંથી 100 બાળકમાં સામાન્યથી ભારે તાવ, શરદી, ઉધરસ, કળતર સહિતની નાની-મોટી બીમારીઓ જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]