ઉપલેટાના સમસ્ત લાઠ ગામ દ્વારા શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iv32ub2viqdc7own/" left="-10"]

ઉપલેટાના સમસ્ત લાઠ ગામ દ્વારા શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન


દરેક ધર્મપ્રેમી જનતાને શ્રાવણ માસના પવિત્ર માસમાં આ કથાનો લાભ લેવા આમંત્રણ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૩૧ જુલાઈ ૨૦૨૨, ઉપલેટા તાલુકાના લાઠ ગામ ખાતે સમસ્ત લાઠ ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે. આ કથાનો પ્રારંભ શ્રાવણ સુદ-૩ ને રવિવાર તા. ૩૧-૦૭-૨૦૨૨ થી થયો છે જયારે કથાનો વિરામ શ્રાવણ સુદ-૯ ને શનિવાર તા. ૦૬-૦૮-૨૦૨૨ ના રોજ થશે.

લાઠ ગામ ખાતે યોજાયેલ આ કથાના વક્તા તરીકે પરમ પુ. શાસ્ત્રીજી પ્રફુલચંદ્ર પ્રાણશંકર કનાડા (ખરકડીવાળા) પોતાની આગવી શૈલીથી શિવ કથાનું રસપાન કરાવશે. ઉપલેટા તાલુકાના લાઠ ગામના શ્રી કૈલાશધામ, શ્રી લેવા પટેલ સમાજ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શ્રી શિવ મહાપુરાણ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા તેમજ દર્શન અને રસપાન કરવા દરેક ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા હૃદયથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે હરેશભાઈ (ડોક્ટર) નાદપરા તેમજ લાઠ ગામના યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ દરેક ધર્મપ્રેમી જનતાને શ્રાવણ માસના પવિત્ર માસમાં આ કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]