ઉપલેટામાં લમ્પી વાયરસના ૫૨ (બાવન) કેસ સામે આવતા પશુ તંત્ર અને ઉપલેટા વડચોક ગૌ સેવા તત્કાલ એકશનમાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6jgzythiead6jwje/" left="-10"]

ઉપલેટામાં લમ્પી વાયરસના ૫૨ (બાવન) કેસ સામે આવતા પશુ તંત્ર અને ઉપલેટા વડચોક ગૌ સેવા તત્કાલ એકશનમાં આવ્યું


તંત્ર પાસે પુરતો જથ્થો નહિ આવતો હોવાનું સામે આવતા વડચોક ગૌ સેવાએ સ્વ ખર્ચે વેક્સીનેસન શરૂ કર્યું

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૩૧ જુલાઈ ૨૦૨૨, ઉપલેટામાં લમ્પી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે. હાલ પશુઓમાં ફેલાઈ રહેલા વાઇરસને લઈ લોકો તેમજ પશુપાલકો ખૂબ જ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ગાય તેમજ આખલાઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જે રીતે હાલ સમગ્ર રાજયમાં ઠેર-ઠેર પશુઓમાં વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સરકાર હજુ પણ મૌન સેવી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જેમ કોરોના કાળમાં સરકારની ઢીલી નીતિ તેમજ પુરતી વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હાલ પશુઓમાં ફેલાઈ રહેલ લમ્પી વાયરસને લઈને સરકારે ખુબજ ચોકસાઈ અને તકેદારી રાખવી જરૂરી હોય છે પરંતુ હાલ વ્યવસ્થાને બદલે સરકાર દ્વારા કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી તેવું સામે આવતા પશુપ્રેમીઓ સક્રિય બનતા નજરે પડ્યા છે.

આવા ખતરનાક વાઇરસને લઈ લોકો અને ખાસ કરીને પશુપાલકો હાલ ખુબ ચિંતામાં છે ત્યારે રાજકોટના ઉપલેટામાં પણ વડચોક ગૌ શાળા દ્વારા આવા આ વાઇરસનો વધુ ફેલાવો ન થાય માટે સરકાર સમક્ષ પશુ ચિકિત્સા માંથી પશુઓ માટે રસીની માંગણી કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ના હોવાનું માલુમ પડતા ખુદ ઉપલેટા વડચોક ગૌ સેવા સમાજ દ્વારા પોતાના સ્વ ખર્ચે હજારો રૂપિયા ખર્ચીને ૮૦૦ જેટલા પશુઓને રસી અપાવી છે જયારે હજુ પણ ૪૦૦ જેટલા પશુઓને રસી આપવામાં આવશે તેવું જણાવેલ. ઉપલેટામાં આ લમ્પી વાઇરસનો વધુ ફેલાવો ન થાય માટે ૧૦ વ્યક્તિઓ દ્વારા વડચોક ગૌ શાળા તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલીત એનિમલ હોસ્ટેલમાં પશુઓને વેક્સીન આપવાની કામગીરી હાથ ધરી છે ત્યારે આવી ગંભીર બીમારી બાબતે સરકાર પુરતી વ્યવસ્થા હોવાના દાવા કરે છે પરંતુ ઉપલેટામાં વેક્સીન અંગેની કોઈ વ્યવસ્થા નહિ હોવાનું પણ માલુમ પડી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટો રાફડો ફાટે તે પહેલા સતર્કતા રાખવી ખુબ જ જરૂરી બનતી માલુમ પડે છે.

ઉપલેટામાં શહેરમાં વડચોક ગૌ સેવા સમાજ દ્વારા વેક્સીન બાબતે માંગણી કરવામાં આવી હતી પરંતુ તંત્ર પાસે પુરતો જથ્થો ઉપલબ્દ ન હોઈ તેમજ જે જગ્યાઓ પર સંક્રમણ ફેલાયેલ છે તે જગ્યાઓ પર સરકાર દ્વારા આપવામાં આવેલ વેક્સીન પશુઓને આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે ઉપલેટાની વડચોક ગૌ સેવા સમાજ દ્વારા સરકારના અને તંત્રના ભરોસે ન રહીને પોતાના સ્વ ખર્ચે ઉપલેટા શહેરના વડચોક ગૌ સેવા સમાજમાં તેમજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં પોતાના સ્વ ખર્ચે વેક્સીન આપવાની કામગીરી શરૂ કરીને ઉપલેટામાં રહેતા પશુઓમાં લમ્પી વાયરસ ન ફેલાઈ તે પહેલા સતર્કતા દાખવી છે.

તસ્વીર/વિશેષ અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]