ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે પત્ર લખીને મુખ્યમંત્રી રજુઆત માવઠું ખાબકતાં ખેડૂતો ને સર્વે કરી વળતર ચુકવવા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iguwotbzwaez0ewi/" left="-10"]

ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે પત્ર લખીને મુખ્યમંત્રી રજુઆત માવઠું ખાબકતાં ખેડૂતો ને સર્વે કરી વળતર ચુકવવા


*ચોટીલા નાં ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે કમોસમી વરસાદ નો સર્વે કરવા માટે મુખ્યમંત્રી ને પત્ર લખીને રજુઆત*

ચોટીલા મુળી થાનગઢ તાલુકા નાં ગામોમાં કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો ને ઉભા પાકમાં મોટું નુક્સાન થયું છે ત્યારે ચોટીલા વિધાનસભા નાં ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે પત્ર લખીને મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેડૂતો ને વળતર ચુકવવા માં આવે ત્યારે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા એ જણાવ્યું હતું કે ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ગામોમાં ગત સાત તારીખ નાં કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો ને નુકસાન થયું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવા નાં આદેશ આપવામાં આવેલ હતાં તેમછતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી ત્યારે ફરી ગત ૧૮-૧૯- નો કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો પાયમાલ થયાં છે તેમછતાં સર્વે ની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ધારાસભ્ય શ્રી એ હાલ પત્ર લખીને રજુઆત કરી છે પરંતુ અગાઉ સર્વે ની કામગીરી કેમ હાથ ધરવામાં આવી નથી ત્યારે કેમ ધારાસભ્ય શ્રી એ રજુઆત કરી નથી અને ખેડૂતો ને વળતર ગુજરાત સરકાર ની યોજના મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ વળતર ચુકવવા માં આવે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી આ યોજના જાહેર કરવામાં આવી છે તેમછતાં છેલ્લા ત્રણ વર્ષમાં કમોસમી વરસાદ માવઠું સાત વખત ખાબકી ચુક્યા છે પરંતુ આ યોજના હેઠળ ખેડૂતો ને એકપણ રૂપિયો ગુજરાત નાં ખેડૂતો ને વળતર ચુકવવા માં આવેલ નથી તે એક સરકાર ની ખેડૂતો ને વળતર ન ચુકવવા માટે ની યોજના બની ચૂકી છે અને ખાલી શોભાની યોજના બની ચૂકી છે અનેક જાહેરાત કરી યોજના મુકવામાં આવેલ પરંતુ ત્રણ વર્ષથી એકપણ રૂપિયો વળતર ખેડૂતો ને યોજના ની ગાઈડ લાઈન મુજબ ચુકવણી કરવા માં આવી નથી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત ખેડૂતો ને લાભ વળતર મળે છે ત્યારે ફક્ત ગુજરાતમાં જ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના બંધ કરવામાં આવી છે અને તેની અવેજીમાં મુખ્યમંત્રી કીશાન સહાય યોજના લાગુ કરવામાં આવી હતી જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં સાત કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો ને એકપણ રૂપિયો વળતર ચુકવવા માં આવેલ નથી ત્યારે સરકાર માં ભાજપ નાં જ ધારાસભ્ય શ્રી એ રજુઆત કરી હતી જોઈએ હવે સરકાર તેઓનાં જ ધારાસભ્ય શ્રી ની વાત સાંભળી અને સર્વે માટે આદેશ આપે છે કે નહીં

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]