વડોદરામાં રખડતાં ઢોરે વધુ એક વૃદ્ધાને અડફેટે લીધા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wrgapfq4h07humd2/" left="-10"]

વડોદરામાં રખડતાં ઢોરે વધુ એક વૃદ્ધાને અડફેટે લીધા.


આજરોજ વડોદરામાં રખડતાં ઢોરે વધુ એક વૃદ્ધાને અડફેટે લીધા વડોદરા ( Vadodara ) માં રખડતી ગાયોનો ત્રાસ વધી રહ્યો છે . શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં વૃદ્ધાને એક ગાયે ભેટી મારતાં તેમને હાથમાં ફ્રેક્ચર થયું છે . બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા દવા લઈને ઘરે ચાલતા જતા હતા તે સમયે ઘટના બની હતી . વડોદરા શહેરના રસ્તાઓ પર ક્યારે રખડતા ઢોર ભેટી મારે તેની કલ્પના કરી શકાય તેમ નથી . ઢોરની ભેટી મારવાની ઘટનાઓ સતત વધી રહી છે . શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં બનેલી ઘટનામાં નાગરવાડામાં રહેતા 62 વર્ષના મુક્તાબેન હમીરભાઇ વડીયાતર નામના વૃદ્ધા ભૂતડી ઝાંપા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર ગાયોનું ટોળુ દોડતું ધસી આવ્યું હતું અને તે જોઇને વૃદ્ધા રસ્તાની એક બાજુએ ઉભા રહી ગયા હતા . જો કે એક ગાય વૃદ્ધા તરફ ધસી આવી હતી અને તેમને ભેટી મારીને પાડી દીધા હતા જેથી વૃદ્ધા નીચે પટકાયા હતા અને તેમને હાથ પર ફ્રેકચર થયું હતું .
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]