" ડભોઇ કૈલાશ મુક્તિધામ (શિતળાઈ તળાવ )નું નવીનીકરણનું ખાતમુહૂર્ત " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g2stt6mvak5rlub5/" left="-10"]

” ડભોઇ કૈલાશ મુક્તિધામ (શિતળાઈ તળાવ )નું નવીનીકરણનું ખાતમુહૂર્ત “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ દર્ભાવતી નગરીમાં નાંદોદી ભાગોળ ખાતે આવેલ શીતળાઈ તળાવ ખાતેના ' કૈલાસ મુક્તિધામ ' ના નવીનીકરણના અને બ્યુટીફીકેશનના કામનું ખાતમુહુર્ત ડભોઈ - દભૉવતી નગરીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) અને એલ એન્ડ ટી કંપનીના હેડ અશોક મોઘાજીના વરદ હસ્તે કરવામાં આવ્યું.
છેલ્લા ઘણા સમયથી આ ' કૈલાશ મુક્તિધામ ' ની હાલત પુષ્કળ પ્રમાણમાં બગડી ગઈ હતી. આ મુક્તિધામ પાસે નગરપાલિકા દ્વારા જ નગરનો કચરો ઠાલવવામાં આવતો હોય છે જેના કારણે પારાવાર ગંદકી થતી હતુ. આ અંગે થોડાક સમય પહેલા જ નગરપાલિકાને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે નગરના જાગૃત નવયુવાનોએ રામધુન કરી હતી. પરંતુ આ નગરપાલિકાના વહીવટ કર્તાઓની ઉંધ ઉડી ન હતી. તેમજ આજ વિસ્તારમાં કેટલાક ગોરખ ધંધાઓ આજે પણ ધમધમતા છે. તેથી જ આ કૈલાસ મુક્તિધામ પાસે ગંદકી જોવા મળતી હોય છે.
પરંતુ ૧૦૮ સમાન દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈએ આ બાબતે અંગત રસ લીધો હતો. વિશ્વની પ્રખ્યાત એવી એલ એન્ડ ટી કંપની સાથેના સહયોગથી આજરોજ આ કૈલાસ મુક્તિધામના બ્યુટીફિકેશન માટેના કામનું ખાતમુર્હુત કંપનીના હેડ અશોકભાઈ મોગાજી અને ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. પહેલી કોઈ કંપની પોતાના સી.એસ.આર ફંડ માંથી સારા કામ માટે પોતાનું ફંડ વાપરી રહી છે અને તે પણ દભૉવતિ નગરીમાં કૈલાશ મુક્તિધામ માટે આ ફંડ વાપરવામાં આવી રહ્યું છે. માણસ જન્મે છે અને તેનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. દરેક વ્યક્તિએ આ માર્ગે જવાનું પણ નિશ્ચિત હોય છે. જ્યારે કોઈ જીવને મુક્ત કરવા માટે મુક્તિધામમાં જતા હોય છે ત્યારે તે જગ્યા પણ સુંદર અને રળિયામણી હોવી જરૂરી છે. જે જરૂરિયાતને ધ્યાનમાં લઇ આ બ્યુટીફિકેશનનું હાથ ધરવામાં આવ્યું છે અને હવે આ બ્યુટીફિકેશન થવાથી આ વિસ્તારના ગોરખ ધંધાઓ પણ બંધ થઈ જશે જેમાં કોઈ નવાઈ નથી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ડો. બી .જે. બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ ( વકીલ) , ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, ડભોઇ ભાજપા શહેર પ્રમુખ ડો. સંદીપ શાહ , ડભોઇ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ - કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]