( સિનિયર સીટીઝન પરિવાર દ્વારા ) " અંગદાન, રક્તદાન તેમજ ચક્ષુદાન જેવા વિષય ઉપર માર્ગદર્શન શિબીર યોજાઈ " - At This Time

( સિનિયર સીટીઝન પરિવાર દ્વારા ) ” અંગદાન, રક્તદાન તેમજ ચક્ષુદાન જેવા વિષય ઉપર માર્ગદર્શન શિબીર યોજાઈ “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ સિનિયર સિટીઝન પરિવાર છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે અને પ્રજામાં જનજાગૃતિ લાવવા, જન સેવાના કાર્યો, તેમજ તેઓના સુખ દુઃખમાં હર હંમેશ ભાગીદાર થતા હોય છે. ત્યારે ડભોઇ બ્રાહ્મણની વાડી ખાતે સિનિયર સીટીઝન પરિવાર દ્વારા અંગદાન, ચક્ષુદાન તેમજ રક્તદાન અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરાના જાયન્ટ ઇન્ટરનેશનલ, શ્રી હરિ સેવા ટ્રસ્ટ, તિરૂપતિ ફાઉન્ડેશન, વડુવાલા આઈ હોસ્પિટલના સંયુક્ત સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સંસ્થાના સભ્યો તેમજ ડોકટરો દ્વારા અંગદાન, ચક્ષુદાન, દેહદાન, રક્તદાન જેવા વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ડભોઇની તમામ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ અતિથિ વિશેષ ડો. વિજય આર. શેઠ, ડો.મંગુભાઇ પટેલ, તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અંગદાન, રક્તદાન તેમજ ચક્ષુદાન જેવા વિષય ઉપર યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત ડભોઇ ખાતેથી જે દાતાઓએ અંગદાન, ચક્ષુદાન, તથા રક્તદાન કર્યું હતું .તેઓના પરિવારને ખાસ આમંત્રિત કરી તેઓને સાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના આગેવાનો અને નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતા સ્વરૂચી ભોજનનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon