સાબરકાંઠા જિલ્લામાં-: તા.૧૧મી ફેબ્રુઆરીએ સાબરકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે......

સાબરકાંઠા જિલ્લામાં-: તા.૧૧મી ફેબ્રુઆરીએ સાબરકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે……


સાબરકાંઠા જિલ્લામાં-: તા.૧૧મી ફેબ્રુઆરીએ સાબરકાંઠા જીલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.......
------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: ટ્રાફિકના નિયમોના ભંગ બદલ CCTV માં કેદ ૨૪૨૦૪ કેસો લોક અદાલતમાં મૂકાશે.ફોજદારી,ચેક રિટર્ન,બેંક લેણાં સહિતના ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.સાબરકાંઠા જીલ્લામાં આગામી તા.૧૧મી ફેબ્રુઆરીએ વર્ષ-૨૦૨૩ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે..

જેમાં ફોજદારી,ચેક રિટર્ન,બેંક ઘણાં,મોટર અકસ્માત,લગ્ન વિષયક સહિતના ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.સાબરકાંઠા જીલ્લામાં વિવિધ-વિવિધ જગ્યાએ લાગેલા સી.સી.ટી.વીકેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી.ત્યારે આવા ૨૪૨૦૪ કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.રાજ્ય સરકારના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સાબરકાંઠા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે.શહેરમાં અંદાજે ૨૪ સ્પોટ ઉપર ૧૪૯ થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે.તેનું મોનીટરીંગ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવેલ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી તેનું મોનીટરીંગ કરવામાં આવે છે..

જેમાં ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા,બાઈક પર ત્રણ સવારી નીકળતા,રીક્ષામાં ડ્રાઈવરની સીટ પર મુસાફર બેસાડનાર કારમાં સીટ બેલ્ટ ન પહેરવા પર,કારમાં બ્લેક ફીલ્મ લગાડવા બદલ ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે.ત્યારે જીલ્લાના અનેક વાહનચાલકો આ ઈ-મેમામાં આવેલ દંડ ભરવામાં આળસ કરે છે.પોલીસની અવાર-નવારની નોટીસ અને ફોન દ્વારા જાણ કરવામાં આવવા છતાં લોકો દંડની રકમ ન ભરતા અંતે પોલીસ વિભાગ દ્વારા લોક અદાલતમાં આ કેસો મુકવાનો નિર્ણય કર્યો છે..

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે.રાવતનાઓએ જણાવ્યુ કે જીલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા જીની સુચનાથી જે વાહનચાલકો દંડ ભરતા નથી તેઓંના કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.આ માટે વાહનચાલકોને નોટીસો પણ પાઠવાઇ છે..

આ ઉપરાંત લોક અદાલત અંગે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ મિસ.એસ.વી.પીન્ટો તથા ફૂલ ટાઇમ સેક્રેટરી પી.કે.ગઢવીના જણાવ્યા મુજબ જીલ્લા અને તાલુકા મથકોએ તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે..

જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો,ચેક રિટર્નના કેસો,બેંક લેણાંના કેસો,મોટર અકસ્માતના કેસો,લગ્ન વિષયક કેસો,મજુર કાયદાના કેસો,જમીન સંપાદનના કેસો,વીજબીલ,પાણી બીલ,પાણી ચોરી,રેવન્યુ,દીવાની કેસો લોક અદાલતમાં મુકી શકાશે.

કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવ્યા ?

કેસની વિગત અને સંખ્યા જેમાં...,

કારમાં સીટ બેલ્ટ ન પહેરવા પર-: ૯૮૯૦

કારમાં સીટ બેલ્ટ ન પહેરવો અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી-:૧

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી-: ૧૫૧૬

ફેન્સી નંબર પ્લેટ લગાવવી-: ૧૬૪

બાઈક પર ત્રણ સવારી-: ૧૨૬૩૩

કુલ-: ૨૪૨૦૪

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »