બોટાદમાં 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર

બોટાદમાં 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટરશ બી.એ.શાહ અને સંલગ્ન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટરએ અધિકારીઓને માર્ગદર્શન અને સુચના આપી વધુ સારી રીતે કાર્યક્રમ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કલેક્ટરએ ત્રિકોણી ખોડિયાર ગ્રાઉન્ડ ખાતે રિહર્સલમાં ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, વિવિધ કરતબોનું નિરીક્ષણ, વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી સમગ્ર આયોજનની સચોટ જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા, અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર, બોટાદ અને બરવાળાના પ્રાંતઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Report by Ashraf jangad 9998708844

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »