ગુજરાત તથા રાજસ્થાન રાજયના અલગ અલગ જીલ્લાઓમાં લુંટ , ઘાડ , ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર ને દબોચી લઇ ગુજરાત રાજયના સાબરકાંઠા , અરવલ્લી , મહેસાણા , અમદાવાદ , ગાંધીનગર , જીલ્લાઓની મળી કુલ -૨૬ લુંટ , ઘાડ , ઘરફોડ , વાહન ચોરીઓનો ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીના તથા મોટર સાયકલ તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૨,૫૬,૬૯૦ / - નો મુદ્દામાલ કબજે કરતી , એલ.સી.બી. સાબરકાંઠા પોલીસ

ગુજરાત તથા રાજસ્થાન રાજયના અલગ અલગ જીલ્લાઓમાં લુંટ , ઘાડ , ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર ને દબોચી લઇ ગુજરાત રાજયના સાબરકાંઠા , અરવલ્લી , મહેસાણા , અમદાવાદ , ગાંધીનગર , જીલ્લાઓની મળી કુલ -૨૬ લુંટ , ઘાડ , ઘરફોડ , વાહન ચોરીઓનો ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીના તથા મોટર સાયકલ તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૨,૫૬,૬૯૦ / – નો મુદ્દામાલ કબજે કરતી , એલ.સી.બી. સાબરકાંઠા પોલીસ


ગુજરાત તથા રાજસ્થાન રાજયના અલગ અલગ જીલ્લાઓમાં લુંટ , ઘાડ , ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર ને દબોચી લઇ ગુજરાત રાજયના સાબરકાંઠા , અરવલ્લી , મહેસાણા , અમદાવાદ , ગાંધીનગર , જીલ્લાઓની મળી કુલ -૨૬ લુંટ , ઘાડ , ઘરફોડ , વાહન ચોરીઓનો ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીના તથા મો.સા. તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૨,૫૬,૬૯૦ / - નો મુદ્દામાલ કબજે કરતી , એલ.સી.બી. સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ , સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં લુંટ , ધાડ તથા ઘરફોડ ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સુચના કરેલ જે આધારે શ્રી . એમ.ડી.ચંપાવત , પોલીસ ઇન્સ . એલ.સી.બી.હિંમતનગર ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી.એન.એમ.ચૌઘરી , એલ.સી.બી. તથા હિ.નગર ગ્રામ્ય પો.સ્ટે . પો.સ.ઇ.શ્રી.વાય.બી.બારોટ તથા પો.સ.ઇ.શ્રી . જે.એ.રહેવર નાઓ અલગ અલગ ટીમો બનાવી લુંટ તેમજ ઘરફોડ ચોરીના ગુન્હાઓ સબંધે તપાસમાં હતા દરમ્યાન પો.કો.નિરીલકુમાર નાઓએ ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોકકસ માહીતી પુરી પાડેલ કે આગાઉ ચોરીમાં પકડાયેલ ભગવાન બેચર ડુહા તથા હરીશ રામલાલ મનાત તથા ગણેશ બચુ ડુહા તમામ રહે.રાજસ્થાનનાઓ અલગ -અલગ ગેંગો બનાવી લુંટ તથા ઘરફોડ ચોરીઓ ને અંજામ આપેલ છે જેથી એલ.સી.બી. ટીમના માણસો હે.કો.હરપાલસિંહ , હે.કો.મો.સલીમ , હે.કો.કલ્પેશકુમાર , પો.કો.નીરીલકુમાર , પો.કો.રાજેશકુમાર , પો.કો.અનિરૂધ્ધસિંહ , પો.કો.મીતરાજસિંહ , પો.કો.જશુભાઇ , પો.કો.ચંન્દ્રસિંહ , પો.કો.ઇન્દ્રજીતસિંહ , વુ.પો.કો.મયુરીબેન તથા હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે . ના પો.કો.હરપાસિંહ , પો.કો.ચંદુભાઇ સાથે આ દિશામાં ટેકનીલકલ સર્વેલન્સ તથા અન્ય હ્યુમનસોર્સ આધારે સાબરકાંઠા જીલ્લા બહાર તપાસ કરી રહેલ હતા દરમ્યાન આજરોજ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન હે.કો.હરપાલસિંહ તથા પો.કો. રાજેશકુમાર નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.વિસ્તારના લુંટના ગુન્હાઓને અંજામ આપનાર ગેંગના હરીશ રામલાલ મનાત તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર નાઓ મોટરસાઇકલ લઇ હિંમતનગર થી વિજાપુર તરફ એક કાળા કલરના અપાચે મોટર સાઇકલ ઉપર નિકળવાના છે . જેથી હિંમતનગર વિજાપુર રોડ ઉપર સારોલી ગામના પાટીયા નજીક રાત્રી દરમ્યાન વાહનો ચેક કરવાનું ચાલુ કરેલ દરમ્યાન સદર બાતમી વાળુ મો.સા.આવતા તેઓને પકડી પાડી પુછપરછ કરતા પોતે પોતાનું નામ હરીશ રામલાલ મનાત તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર બન્ને રહે.રાજસ્થાન નાઓ હોવાનું જણાવેલ જેથી સદરી બન્ને ઇસમોને પકડી પાડી હરીશ મનાત પાસે કાળા કલરનો થેલો ભરાવેલ હોય જે ખોલી તેની અંદર જોતા બે મોબાઇલ ફોન તથા એક લેપટોપ ચાર્જીંગ વાયર સાથે તથા પીળી સોના જેવી ધાતુની ચેઇન -૧ તથા પીળી સોના જેવી ધાતુની વીંટીઓ નંગ -૨ તથા પીળી સોના જેવી ધાતુની ચુની -૧ તથા સફેદ ચાંદી જેવી ધાતુના છડા એક જોડી મળી આવેલ હોઇ સદરી ઇસમોની વધુ પુછપરછ દરમ્યાન સોના ચાંદીના દાગીના , મોબાઇલ ફોન , લેપટોપ , મોટર સાયકલો મળી કુલ્લે રૂ . ૨,૫૬,૬૯૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીમાં મદદ કરનાર અન્ય પાંચ ઇસમોના નામ શોધી ઇ - ગુજકોપથી સર્ચ કરી કુલ -૧૫ દાખલ ગુન્હાઓ તેમજ અન્ય ૧૧ ગુન્હાઓની કબુલાત । મેળવી સાબરકાંઠા એલ.સી.બી. ટીમ ધ્વારા પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે .

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »