સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળના જુદા જુદા વિભાગોમાં સઘન સાફ સફાઈ કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e4gxxerisuqocxcd/" left="-10"]

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળના જુદા જુદા વિભાગોમાં સઘન સાફ સફાઈ કરવામાં આવી.


ભારતીય રેલ્વે દ્વારા 16 થી 30 સપ્ટેમ્બર 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી કરવામાં આવી રહી છે,

પખવાડિયા દરમિયાન રેલ્વે પરિસર, ટ્રેનો, ટ્રેક વગેરે ક્ષેત્રોમાં નક્કર સુધારાઓ સુનિશ્ચિત કરવા માટે રેલવે દ્વારા શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,

વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક જર શ્રી એસ.ટી.રાઠોડે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ મંડળ ખાતે 23 સપ્ટેમ્બર, 2022ના રોજ “સ્વચ્છ ડેપો/યાર્ડ/શેડ/રેલ્વે સ્કૂલ” દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ સ્થળોએ સંપૂર્ણ સફાઈ કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી તથા મચ્છરોથી બચવાના હેતુસર ફોગિંગ અને એન્ટી લાર્વા સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારી ઓ દ્વારા શ્રમદાન કરીને ડીઝલ સેટ સાબરમતી અને વટવા યાર્ડ અને પરિસરની મોટા પાયે સફાઈ કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બર, 2022 ને સ્વચ્છ રેલ્વે કોલોનીઝ, હેલ્થ યુનિટ્સ અને હોસ્પિટલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત અમદાવાદ મંડળ ખાતે રેલ્વે કોલોનીઓ, હેલ્થ યુનિટ્સ અને હોસ્પિટલોને સ્વચ્છ બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે, રેલ્વે કોલોની વિસ્તારમાં સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે તમામ રેલ્વે કર્મચારી ઓ તેમના પરિવારના સભ્યોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને કોલોની વિસ્તારમાં થી અવાંછિત વનસ્પતિ અને કચરો દૂર કરવામાં આવ્યો હતો,

સ્વસ્થ્ય માટે સ્વચ્છતાના ફાયદાઓ વિશે
કર્મચારીઓ અને રેલ્વે પરિવારના સભ્યોને શિક્ષિત કરવા માટે કોલોની અને હોસ્પિટલોમાં પોસ્ટરો અને બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી તેની અવગણના કરવા અને પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]