પાલનપુરથી ગુમ થયેલ યુગલ વડોદરા રેલવે સ્ટેશનથી મળ્યું ,

પાલનપુરથી ગુમ થયેલ યુગલ વડોદરા રેલવે સ્ટેશનથી મળ્યું ,


વડોદરા રેલવે સ્ટેશન નજીક એક શંકાસ્પદ યુવક - યુવતી મળી આવતા તેમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ઓફિસ લાવી પૂછપરછ કરવામાં આવી હતી . જેમાં જાણવા મળ્યું હતું કે યુવતીનું નામ કૃપા મયુરકુમાર નટરવાલાલ જોષી અને યુવક હાર્દિક ઇશ્વરભાઇ પરીખ ( સત્કાર સોસાયટી , ગણેશપુરા રોડ , પાલનપુર ) છે . બંને પુખ્ય વયના છે અને તેમણે અમદાવાદમાં ચાંદખેડા ખાતે લગ્ન રજીસ્ટર સમક્ષ વિવાહ કર્યા છે . આ દરમિયાન યુવતીના પિતાએ પાલનપુરમાં પુત્રી ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી . જેથી પોલીસે આ અંગે યુવતીના પિતાને જાણ કરી હતી અને તેમની પુત્રીને ફોન પર વાત કરાવી માતા - પિતા સાથે ભેટો કરાવ્યો હતો . બંને યુગલ નોકરીની શોધમાં વડોદરા આવ્યા હોવાનું જણાવ્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »